Site icon

Vadodara news : વડોદરામાં ચડ્ડી બનીયાં ગેંગનો તરખાટ, મધરાત્રે લોકર માથે ઉઠાવી તસ્કર ટોળકી ફરાર; જુઓ વિડીયો

Vadodara news : હાલ સમર વેકેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન પરિવારો બહારગામ ફરવા જવાનું પસંદ કરતા હોય છે. ત્યારે આ સમયે તસ્કરો પણ સક્રિય થાય છે. ચડ્ડી બનિયાનધારી ગેન્ગના ચોરો કેટલાક ઘાતક હથિયારો લઇને પ્રવેશે છે અને મોટી ચોરીની ઘટનાને અંજામ આપે છે.

Vadodara news vadodara bhayli theft take away locker live cctv come out of incident

Vadodara news vadodara bhayli theft take away locker live cctv come out of incident

News Continuous Bureau | Mumbai 

Vadodara news : આપણે બહારગામ જઈએ ત્યારે તાળુ તૂટવાની ચિંતા સતાવતી હોય છે. આવી સ્થિતિમાં લોકરમાં સામાન સુરક્ષિત માનીને તેમાં રાખી દઈએ છીએ. પરંતુ હવે તેના પર પણ ભરોસો થાય તેમ નથી. ગુજરાતના વડોદરાના ભાયલી વિસ્તારમાં તસ્કરોની ટોળકી મધરાત્રે 3 વાગ્યાના આસપાસ ઘરનું તાળું તોડી લોકર માથે ઉઠાવીને લઇ જતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.  

Join Our WhatsApp Community

Vadodara news : જુઓ વિડીયો 

Vadodara news : પોલીસના પેટ્રોલીંગ પર ઉઠવા લાગ્યા સવાલો 

સોશિયલ મીડિયા પર વાયરલ એક ફુટેજમાં જોવા શકાય છે કે, ચાર પૈકી એક તસ્કરના માથે તિજોરીનું લોકર છે. તેને સાચવીને તેઓ ધીમા પગે જઇ રહ્યા છે. બીજા એક ફુટેજમાં સિક્યોરીટી ગાર્ડ દંડા પછાડતો ચોરોની પાછળ દોડે છે. પરંતુ ચોરો ભાગવામાં સફળ થઇ જાય છે.  કહેવામાં આવી રહ્યું છે કે તસ્કરો દ્વારા સિક્યોરીટી ગાર્ડને પથ્થરો મારવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે પોલીસના પેટ્રોલીંગ પર સવાલો ઉઠવા લાગ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi Stage Collapsed : માંડ માંડ બચ્યા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સ્ટેજ પર આવતા જ અચાનક તૂટી પડ્યો મંચ.. જુઓ વિડીયો..

Vadodara news :  ટોળકીએ ત્રણ બંગલાને નિશાન બનાવ્યા

પોસ્ટ માં આ વિડીયો વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા મોનાલીસા સોસાયટી નો હોવાનો દાવો કરાયો છે. સાથે પોસ્ટમાં લખ્યું છે કે વડોદરાના ભાયલી વિસ્તારમાં મોનાલિસા સોસાયટીને ‘ચડ્ડી-બનિયાં’ ગેંગનો નવો ખતરો છે. છેલ્લા એક સપ્તાહમાં આ ટોળકીએ ત્રણ બંગલાને નિશાન બનાવ્યા છે, તાળા તોડીને ભય ફેલાવ્યો છે. સીસીટીવી ફૂટેજમાં તેઓ શસ્ત્રો અને સાધનો ચલાવતા ઝડપાયા છે.  આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગની અસરકારકતા અંગે ચિંતાઓ ઊભી થઈ છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

CM Bhupendra Patel: વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના વાહનો માટે દહેજ જવું સરળ બનશે
Dr. Mayank Trivedi: વડોદરાની MSUના લાઈબ્રેરિયન ડૉ. મયંક ત્રિવેદીને દેશના શ્રેષ્ઠ લાઈબ્રેરિયન એવોર્ડથી કરાયા સન્માનિત.. જાણો તેમની કારકિર્દી વિશે…
Vadodara News: વડોદરાની એક એવી સંસ્થા જે ૧૧૫ વર્ષથી કરે છે સહકારી પ્રવૃત્તિ,
Western Railway : આવતીકાલે વડોદરા મંડળના વાસદ-રનોલી સ્ટેશનો ની વચ્ચે બ્લોક , આ ટ્રેનો થશે પ્રભાવિત; જુઓ યાદી
Exit mobile version