ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર 2021
મંગળવાર
સંસદના શિયાળુ સત્રનો બીજો દિવસે પણ હોબાળા સભર રહ્યો છે.
સંસદની કાર્યવાહી શરૂ થતાં જ 12 સાંસદને સસ્પેન્ડ કરવાના મુદ્દે વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર દબાણ બનાવવાની કોશિશ કરી હતી.
જોકે સ્પીકરે 12 સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની વિનંતીને નકારી કાઢ્યા બાદ કોંગ્રેસ અને TMC સાંસદોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યો.
કોંગ્રેસ, ડીએમકે અને નેશનલ કોન્ફરન્સે લોકસભામાંથી વોકઆઉટ કર્યું. હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.