ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ,6 જાન્યુઆરી 2022
ગુરુવાર.
દેશમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે ઈટાલીથી ભારત આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો છે.
ઈટાલીથી પંજાબના અમૃતસર આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 125 મુસાફરો કોરોના પોઝિટિવ મળ્યા છે.
ફ્લાઈટમાં કુલ 179 મુસાફરો સવાર હતા. તમામ સંક્રમિતોને આઈસોલેટ કરવામાં આવ્યા છે.
સાથે જ તેમના સેમ્પલ ઓમિક્રોનને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
આ પહેલીવાર છે, જ્યારે ફ્લાઈટમાં આટલી મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.
