Site icon

ભારતીય મિડીયા ગપ્પુ ચલાવે છે.. એકેય દેશે ભારતીય કોરોના વેક્સીન મંગાવી નથી.. યુરોપના મિડીયાનો અહેવાલ…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

06 જાન્યુઆરી 2021 

BBC ના એક અહેવાલ મુજબ, કોવિડ-19 ની રસીને લઈ ભારતીય મીડિયા જુઠાણું ચલાવી રહી છે. જેનું કારણ આપ્યું છે કે, ચીફ એડિટર અને ઈન્ડિયા ટીવીના અધ્યક્ષ રજત શર્માએ 3 જાન્યુઆરીએ ટ્વીટ કર્યું હતું કે 190 દેશોએ ભારત દ્વારા બનાવાયેલી કોરોના રસી બુક કરાવી લીધી છે.  

આ લેખ લખાય ત્યાં સુધી 4,500 થી વધુ લોકોએ રજત શર્માના ટ્વીટને રીટ્વીટ કર્યું છે. બીજા એક ટ્વિટમાં તેમણે લખ્યું કે તેઓ ભારત બાયોટેકના કોવેક્સિન વિશે વાત કરી રહ્યા છે. 

 

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) એ તાજેતરમાં ભારત સીમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) દ્વારા બનાવવામાં આવેલ ભારત બાયોટેક અને ઓક્સફર્ડ-એસ્ટ્રા ઝેનેકા રસી (કોવિડશીલ્ડ) દ્વારા બનાવવામાં આવેલી રસીના મર્યાદિત ઉપયોગને મંજૂરી આપી છે. તેની અસર બતાવવા માટે  ફેઝ 3 ના ડેટા હજી જાહેર થયા નથી. 

ભારત બાયોટેક એકમાત્ર રસી છે જે ભારતમાં બનાવવામાં આવી છે. તે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીના સહયોગથી બનાવવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં આપેલા એક નિવેદનમાં ભારત બાયોટેકના પ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર ડો.કૃષ્ણ અલ્લાએ એમ જણાવ્યું હતું કે, કંપનીનું "લક્ષ્ય" કોરોનાની રસી સમગ્ર વિશ્વમાં પહોંચાડવાની છે. આ પહેલાં જ 9 ડિસેમ્બરના રોજ, 70 દેશોના પ્રતિનિધિઓએ કંપનીના રિસર્ચ એકમની મુલાકાત લીધી હતી, પરંતુ આ પ્રવાસ પછી, 190 દેશોના બુકિંગ ઓર્ડર વિશે કોઈ સમાચાર મળ્યા નથી. પરંતુ તે પહેલાં જ એક બ્રિટિશ મિડિયા એ આ સમાચારને ખોટા હોવાનું જણાવી દીધું છે.

Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
West Bengal: કોલકાતામાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ, આટલા લોકોના મોત; બે દિવસ માટે એલર્ટ જાહેર
Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
Exit mobile version