Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદી હુમલો, સીઆરપીએફના બે જવાન ઘાયલ

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
19 ઓક્ટોબર 2020
જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના ગંગૂ વિસ્તારમાં આજે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના બે જવાન ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે પુલવામા જિલ્લાના ગંગૂ વિસ્તારમાં સીઆરપીએફ અને પોલીસ કર્મચારીઓ પર અચાનક ગ્રેનેડ હુમલો થયો હતો. જોકે સુરક્ષા દળોએ પણ, તાત્કાલિક જવાબી કાર્યવાહી કરી હતી. પરંતુ આતંકીઓ સ્થળ પરથી ભાગી છૂટયા હતા. આ હુમલામાં સીઆરપીએફના બે જવાન ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. હાલ સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે, અને આતંકીઓની શોધખોળ શરૂ કરી છે.  
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા રવિવારે ત્રાલ શહેરમાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફનો એક સહાયક સબ-ઇન્સ્પેક્ટર ઘાયલ થયો હતો. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે કાશ્મીરમાં હજી પણ આશરે 200 આતંકવાદીઓ સક્રિય છે અને તેમાંના મોટાભાગના પાકિસ્તાનનાં બિન સ્થાનિક લોકો છે.

Join Our WhatsApp Channel
PM Modi In Vadodara ‘ફાઇલો લટકાવવાનો દૌર પૂરો થયો, હવે વિકાસ દોડે છે’ વડોદરામાં મેગા પ્રોજેક્ટ્સ વચ્ચે પીએમ મોદીનું મોટું સંબોધન
Akhilesh Yadav Big Strategy માત્ર ફેશન નહીં, પાક્કી પોલિટિક્સ લાલ અને વાદળીના સંગમથી અખિલેશ યાદવ કયા મોટા મિશન પર નીકળ્યા છે?
Rahul Gandhi Congress Future Team કોંગ્રેસની ફ્યુચર ટીમ માટે રાહુલ ગાંધી પોતે લઈ રહ્યા છે ઇન્ટરવ્યુ ૧૨૦ યુવા નેતાઓ થયા શોર્ટલિસ્ટ, સંગઠનમાં મળશે મોટી જવાબદારી
PM Modi Cabinet Reshuffle મોદી કેબિનેટમાં મોટા ફેરબદલની તૈયારી પીએમ મોદીએ મંત્રીઓ સાથે ૩ કલાક સુધી યોજી મેરેથોન બેઠક; કોનું કદ વધશે અને કોની થશે બાદબાકી?
Exit mobile version