Site icon

કુનો નેશનલ પાર્કમાંથી ફરી આવ્યા ખરાબ સમાચાર, ચિત્તાના વધુ 2 બાળકોના નિપજ્યા મોત, અત્યાર સુધીમાં આટલા ચિત્તા સહિત 3 બચ્ચાના થયા મોત

2 more cheetah cubs die in Kuno National Park

કુનો નેશનલ પાર્કમાંથી ફરી આવ્યા ખરાબ સમાચાર, ચિત્તાના વધુ 2 બાળકોના નિપજ્યા મોત, અત્યાર સુધીમાં આટલા ચિત્તા સહિત 3 બચ્ચાના થયા મોત

News Continuous Bureau | Mumbai

કુનો નેશનલ પાર્કમાંથી ફરી ખરાબ સમાચાર આવ્યા છે. નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તાના વધુ બે બચ્ચા મૃત્યુ પામ્યા છે. આ પહેલા 23 મેના રોજ એક બચ્ચાનું મોત થયું હતું. તાજેતરમાં જ જ્વાલા નામની માદા ચિત્તાએ 4 બચ્ચાને જન્મ આપ્યો હતો. આ પછી એક બચ્ચાનું મોત થયું હતું. બાદમાં પરિસ્થિતિ જોતા બાકીના 3 બચ્ચા અને માદા ચિતા જ્વાલાને વન્યજીવ તબીબોની ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Community

મધ્યપ્રદેશના મુખ્ય મુખ્ય વન સંરક્ષક દ્વારા કહેવામાં આવ્યું છે કે 23 મેના રોજ અત્યંત ગરમી હતી અને હીટવેવ ચાલુ રહી હતી, જેના કારણે ત્રણેય બચ્ચાઓની અસામાન્ય સ્થિતિ અને ગરમીને જોતા મેનેજમેન્ટ અને વન્યજીવ તબીબોની ટીમે તાત્કાલિક ત્રણેય બચ્ચાને બચાવવા અને જરૂરી સારવાર કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આ દરમિયાન બે બચ્ચાની હાલત વધુ ખરાબ થતાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.

1 બચ્ચાની હાલત ગંભીર

અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે 1 બચ્ચાની હાલત હજુ પણ નાજુક છે અને તેને સારવાર માટે પાલપુરની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. અહીં તેની સતત સારવાર કરવામાં આવી રહી છે. સારવાર માટે,   નામિબિયા અને દક્ષિણ આફ્રિકાના ચિત્તા નિષ્ણાતો અને ડૉક્ટરો પાસેથી પણ સલાહ લેવામાં આવી રહી છે. તે જ સમયે, માદા ચિત્તા સ્વસ્થ છે અને તેને પણ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે.

ઓછા વજન અને ડિહાઇડ્રેશનને કારણે મૃત્યુ

તેમણે કહ્યું કે ચિત્તાના તમામ બચ્ચા ઓછા વજનવાળા અને ખૂબ જ ડિહાઇડ્રેટેડ જોવા મળ્યા હતા. ફિમેલ ચિત્તા જ્વાલા પહેલીવાર માતા બની છે. ચિત્તાના બચ્ચાની ઉંમર લગભગ 8 અઠવાડિયા છે અને આ તબક્કે ચિત્તાના બચ્ચા સામાન્ય રીતે જિજ્ઞાસુ હોય છે અને માતા સાથે ચાલે છે. ચિતાના બચ્ચા 8 થી 10 દિવસ પહેલા જ માતા સાથે ફરવા લાગ્યા હતા. ચિત્તા નિષ્ણાતોના મતે, સામાન્ય રીતે આફ્રિકામાં ચિત્તાના બચ્ચાનો જીવિત રહેવાનો દર ઘણો ઓછો છે. નિયમો અનુસાર, બચ્ચાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : હવે મુંબઈથી નવી મુંબઈ માત્ર 20 મિનિટમાં પહોંચાશે, શિંદે-ફડણવીસે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક પર કરી ટેસ્ટ ડ્રાઈવ, જુઓ વિડિયો..

ગયા વર્ષે 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 17 સપ્ટેમ્બરે નામીબિયાથી કુનો નેશનલ પાર્કમાં 8 ચિત્તા લાવવામાં આવ્યા હતા. આ પછી, દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તાઓની બીજી બેચ પણ અહીં લાવવામાં આવી હતી. પ્રોજેક્ટ ચિતા હેઠળ, ચિત્તાઓને તબક્કાવાર મોટા બંધમાં રાખ્યા બાદ ખુલ્લા જંગલમાં છોડવાની પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે. નામીબિયાથી લાવવામાં આવેલી માદા ચિતા જ્વાલા (સિયા)એ 24 માર્ચે જ પાર્કમાં 4 બચ્ચાને જન્મ આપ્યો હતો. જેમાંથી અત્યાર સુધીમાં 3 બચ્ચા મૃત્યુ પામ્યા છે.

3 ચિત્તાઓએ પણ જીવ ગુમાવ્યા

કુનોમાં માત્ર બચ્ચા જ નહીં, આ પહેલા ત્રણ ચિત્તાના પણ મોત થયા છે. હકીકતમાં, 9 મેના રોજ, માદા ચિત્તા દક્ષા ઘાયલ અવસ્થામાં મળી હતી. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અને અગાઉ 23 એપ્રિલના રોજ ઉદય નામના ચિતાનું મૃત્યુ થયું હતું. તેમની તબિયત લથડી હતી અને તેમને ટ્રાન્ક્વીલાઈઝ કરીને મેડિકલ સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. 26 માર્ચે એક માદા ચિત્તાનું પણ મૃત્યુ થયું હતું. શાશાને કિડનીમાં ઈન્ફેક્શન થયું હતું અને લગભગ બે મહિનાની સારવાર બાદ પણ તેને બચાવી શકાયો નહોતો.

આ સમાચાર પણ વાંચો : બિગ સ્ક્રીન સ્માર્ટ ટીવી: ‘આ’ 55 ઇંચના ટીવી થિયેટર સ્ક્રીન કરતાં સારું પર્ફોર્મન્સ આપે છે, વેચાણમાં મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ

New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Exit mobile version