Site icon

પાકિસ્તાને ફરી કર્યુ ફાયર, એલઓસી પર જવાબી કાર્યવાહીમાં 2 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

6 જુલાઈ 2020

જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના ત્રણ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગની વિરુદ્ધ ભારતીય સેનાએ કરેલી પ્રતિક્રિયાત્મક કાર્યવાહીમાં ઓછામાં ઓછા બે પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને અનેક બંકરો નાશ પામ્યા.

સૈન્યના પ્રવક્તાએ જણાવ્યું કે, પાકિસ્તાને પુંછના શાહપુર અને કિર્ની સેક્ટરમાં સવારે 9.30 વાગ્યે એલઓસીની સાથે નાના હથિયારોથી ફાયરિંગ કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું.

ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં રાખ ચિકરી વિસ્તારમાં પાકિસ્તાનની ચોકી પર ફાયરિંગ કર્યું, જેમાં 10 બલોચ રેજિમેન્ટના બે પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા, આર્મીના પ્રવક્તાએ જણાવ્યું હતું… વધુમા પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભારતીય તરફ કોઈ મોટું નુકસાન કે ઈજા થઈ હોવાના અહેવાલ નથી. આ વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાની ગોળીબારમાં જોર પકડ્યું છે, પ્રથમ છ મહિનામાં 10 જૂન સુધીમાં 2,027 વાર ઉલ્લંઘનના કેસ નોંધાયા છે.. ઉલ્લેખનીય છે કે જ્યારથી ભારતીય સેનાએ આતંકવાદીઓને લઈને "ઓપરેશન ઓલ આઉટ" શરૂ કર્યું છે ત્યારથી આ લોકો ના અત્યાર સુધીમાં  100 થી વધુ  આતંકવાદીઓ માર્યા ગયા છે. જેને કારણે બહાવરુ બનેલુ પાકિસ્તાન એલઓસી પર છાશવારે ફાયરિંગ કરતું હોય છે…

 ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3f7Yh7a 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
JNU Protest Slap Video: પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે કરી હાથાપાઈ, ૧૪ વિદ્યાર્થીઓ જેલભેગા; થપ્પડ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ગરમાયો
Exit mobile version