કૃષિ કાનુન વિરૂધ્ધ જારી કિસાનોના આંદોલનનો નવો પડાવ આજથી શરૂ થયો છે
દિલ્હીના જંતર મંતર પર ખેડુત દેખાવકારો દ્વારા કિસાન સંસદની શરૂઆત કરવામાં આવી છે.
દિલ્હીની સરહદો પર છેલ્લા કેટલાક મહિનાથી પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું એક જૂથ જંતર મંતર પહોચ્યુ છે.
સવારે 11 વાગ્યાથી લઇને સાંજે 5 વાગ્યા સુધી પ્રદર્શન ચાલશે.
જંતર મંતર પર ખેડૂત સંસદ લાગશે જેમાં ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકેત પણ સામેલ થશે.
કિસાન નેતાના જણાવ્યા પ્રમાણે કિસાન સંસદમાં ત્રણ સ્પીકર, ત્રણ ડેપ્યુટી સ્પીકર બનાવવામાં આવ્યા છે. દરેકને ૯૦ મીનીટનો સમય મળ્યો છે.
