ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
અમદાવાદમાં વર્ષ 2008નો સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજની સુનાવણી વિશેષ અદાલતમાં પૂર્ણ થઈ છે.
સજાનાં એલાન પર આજે કોર્ટ દ્વારા તમામ 49 દોષિતોનો પક્ષ સાંભળવામાં આવ્યો.
હવે વધુ સુનાવણી સોમવારના રોજ હાથ ધરાશે. જેમાં દોષિતોના વકીલ વિશેષ અદાલત સમક્ષ આરોપી તરફથી પોતાની રજૂઆત કોર્ટ સમક્ષ કરશે.
કોર્ટ હાલ તમામ પક્ષની રજૂઆત એક બાદ એક સાંભળી રહી છે જેના કારણે દોષિતોની સજાના એલાન પર હજુ વધુ સમય લાગી શકે છે.
49 લોકોને બ્લાસ્ટ મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે 28 આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં 54 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
