News Continuous Bureau | Mumbai
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકારે કમિશન્સ ઑફ ઈન્ક્વાયરી એક્ટ, 1952 હેઠળ ગુહાહાટી હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અજય લાંબાની અધ્યક્ષતામાં શ્રી હિમાંશુ શેખર દાસ, IAS (નિવૃત્ત) અને શ્રી આલોકા પ્રભાકર, IPS (નિવૃત્ત) સભ્યો તરીકે મણિપુર રાજ્યમાં 03.05.2023 અને ત્યાર પછીની હિંસાની ઘટનાઓની તપાસ કરવા સાથે તપાસ પંચની સૂચના આપી છે..
કમિશન મણિપુરમાં થયેલી હિંસાનાં કારણો અને ફેલાવાના સંદર્ભમાં તપાસ કરશે અને તેમાં કોઈ જવાબદાર અધિકારીઓ અથવા વ્યક્તિઓ તરફથી કોઈ ક્ષતિ હતી કે કેમ એ ચકાસણી કરશે.
આ સમાચાર પણ વાંચો: આંધળો પ્રેમ! ક્રશને ખુશ કરવા છોકરીએ તમામ હદો વટાવી, 25 કિલો વજન ઘટાડ્યું અને હવે…
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે 29મી મે 2023 થી 1લી જૂન 2023 દરમિયાન મણિપુર રાજ્યની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ તપાસ પંચની નિમણૂક કરવાની જાહેરાત કરી હતી.
કમિશન તેનો અહેવાલ કેન્દ્ર સરકારને શક્ય તેટલી વહેલી તકે સુપરત કરશે પરંતુ તેની પ્રથમ બેઠકની તારીખથી છ મહિના પછી નહીં. કમિશનનું મુખ્યાલય ઇમ્ફાલમાં હશે.
