Site icon News Continuous Bureau | Mumbai

સુરક્ષા દળો ની જયજયકાર, ત્રાલ પછી ડોડા જીલ્લો પૂર્ણપણે આતંકવાદી મુક્ત થયો. હિઝબુલના કમાંડર સહિત 3 ઠાર…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

29 જુન 2020

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સોમવારે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.જેમાં બે લશ્કર-એ-તૈયબા અને એક હિજબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર માર્યો ગયો છે. આ એન્કાઉન્ટર સાથે જ અનંતનાગના ડોડા અને ત્રાલ જિલ્લાને  આંતકવાદી મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. દક્ષીણ કાશ્મીર જે આતંકવાદીઓનું ગઢ ગણાતું હતું તે આતંક મુક્ત થયું છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળોએ આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી હોવાની માહિતીને પગલે દક્ષિણ કાશ્મીર જિલ્લાના ખુલચોહર ખાતે કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ અભિયાન સેના અને સ્થાનિક પોલીસના સંયુક્ત પર્યાસોનુ પરિણામ છે.

ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં 46 આતંકવાદીઓને મારવામાં આવ્યા છે અને પાછલા છ મહિનામાં જમ્મુ-કાશ્મીર માંથી કુલ 125 આતંકવાદીઓને મારવામાં આવ્યા છે. હજી તો અડધું વર્ષ પૂર્ણ થયું છે ત્યાં ડોડા અને ત્રાલ આતંકવાદી મુક્ત જાહેર થઈ ગયા છે.. સેનાના જણાવ્યા મુજબ 'ઓપરેશન ઓલ આઉટ' આગળ પણ અનેક જિલ્લાઓમાં ચાલુ રહેશે અને જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદીઓનો સફાયો કરવામાં આવશે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Vt8seD  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Exit mobile version