જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે.
જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર માર્યા ગયા છે. જ્યારે એક આતંકવાદીએ સુરક્ષાદળો સમક્ષ શરણાગતિ સ્વીકારી છે.
શોપિયાન જિલ્લામાં જે સ્થળે એન્કાઉન્ટર થયુ છે ત્યાં હજી પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અથડામણમાં ખાત્મો બોલાવાયેલા આતંકીઓ આતંકી સંગઠન અલ બદરના છે.