ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
19 જુન 2020
આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જિંદગીના 50 વર્ષ પૂર્ણ કરી વનપ્રવેશ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો જન્મ દિવસ એવા સમયે આવી રહ્યો છે જ્યારે તેમનો પક્ષ ઇતિહાસના સૌથી ખરાબ કાળમાંથી પસાર થઇ રહ્યો છે. જનાધાર ઘટી રહ્યો છે અને કાર્યકર્તાઓ નેતા પક્ષ છોડી જઈ રહ્યા છે. આવા સમયે 50 વર્ષીય રાહુલ ગાંધી ના ખભા પર પૂર્વજોની વિરાસતને આગળ વધારવા ની જવાબદારી છે.
1970 માં જન્મેલા રાહુલ ગાંધીએ હાલમાં ફાટી નીકળેલા કોરોના નામના રોગચાળો અને ચીન સરહદે શહીદ થયેલા જવાનોની યાદમાં પોતાનો જન્મદિવસ ના ઉજવવાનું નક્કી કર્યું છે. પરંતુ તેઓ ગરીબોમાં ભોજન અને અન્ન વિતરણ કરવાનું કામ આજે કરશે.
વનપ્રવેશ કરનાર રાહુલ ગાંધી સામે સૌથી મોટો પડકાર પોતાની છબી બદલવાનો છે. કારણકે આજે રાહુલ ગાંધીની ગણના અપરિપક્વ નેતા તરીકે થાય છે. તેઓ જ્યારે પણ બોલે છે ત્યારે પૂરતું હોમવર્ક કર્યા વગર બોલતા હોવાથી વિપક્ષના નિશાના પર આવી જાય છે. નિષ્ણાંતોના મતે પોતાની અપરિપક્વ છબી માટે રાહુલ ગાંધી સ્વયમ જિમ્મેદાર છે. પાછલા 17 વર્ષોથી તેઓ રાજકારણમાં હોવા છતાં હજી સુધી કોઈ ભૂમિકા સરખી રીતે નિભાવી શક્યા નથી. આજે તેમનો પક્ષ વેરવિખેર છે, એમની જ પાર્ટીના સિનિયર નેતાઓ તેમની સાથે અસહમત થતાં જોઇ શકાય છે. જ્યારે સૌથી મોટો પડકાર રાહુલ ગાંધી સામે નરેન્દ્ર મોદી જેવા વિશ્વ વિખ્યાત નેતા હોવાથી પોતાને રાજનીતિમાં સ્થાપિત કરવું અને સફળ થવું મહેનત માંગી લે છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com