ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૬ એપ્રિલ 2021
શુક્રવાર
દેશભરમાં અત્યારે રસીકરણ નું કામ પૂરજોશમાં ચાલુ છે. ત્યારે એવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે કે ભારતમાં ૫૮ લાખ કોરોના ની રસીના ડોઝ બરબાદ થયા છે. આ બરબાદી માં સૌથી મોખરાનું સ્થાન મહારાષ્ટ્રનું છે. મહારાષ્ટ્રમાં આશરે ૧૦ લાખ જેટલા ડોઝ બરબાદ થયા છે.
વાત એમ છે કે કોરોના ની રસી ની એક બાટલી ખોલવામાં આવે ત્યારબાદ ચાર કલાકમાં ૧૦ થી ૨૦ લોકોને દવા આપી દેવી પડે. આ રીતની વ્યવસ્થા ન થવાને કારણે અનેક બાટલી માં રહેલા રસી ના ડોઝ બરબાદ થયા છે. આમ એક તરફ 18 વર્ષથી ઉપરના લોકો ને રસી નથી આપવામાં આવી રહી, ત્યારે બીજી તરફ અડધો કરોડ જેટલા ડોઝ ફેંકી દેવામાં આવ્યા છે. આ બધાને કારણે ભારત સરકારને 90 કરોડ રૂપિયાનું નુકસાન ગયું છે.
આત્મારામ ભીડે બાદ ‘તારક મહેતા…’ શોના આ ચાર સભ્યોને થયો કોરોના. જાણો વિગતે