ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર
કોરોનાનો સામનો કરવા માટે રસી એક મોટું હથિયાર છે અને તેના કારણે દેશભરમાં ઝડપી રસીકરણ કરવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટર કરીને જણાવ્યું કે અત્યાર સુધી દેશમાં 70 ટકા પુખ્ત વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 25 ટકા વસ્તીને બંને ડોઝ આપવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 23,46,176 રસી ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે, અત્યાર સુધીમાં કુલ આંક 90.79 કરોડ થઈ ગયો છે.
આ આંકડા સુધી પહોંચવા માટે સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 88,05,668 વેક્સિનેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું છે.