Site icon

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં 8 આતંકવાદીઓ ઢેર, એક સૈનિક પણ માર્યો ગયો

પાકિસ્તાનમાં સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં 8 આતંકવાદીઓ માર્યા ગયા. જયારે એક જવાન પણ શહીદ થઈ ગયો. આ એન્કાઉન્ટર અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયું હતું

8 terrorists, 1 soldier killed in Khyber

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં 8 આતંકવાદીઓ ઢેર, એક સૈનિક પણ માર્યો ગયો

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનમાં સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં 8 આતંકવાદીઓ માર્યા ગયા. જયારે એક જવાન પણ શહીદ થઈ ગયો. આ એન્કાઉન્ટર અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયું હતું. જ્યાં આતંકવાદીઓના ઠેકાણા પર રાતભર ચાલેલા ઓપરેશનમાં આઠ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ કાર્યવાહીમાં એક પાકિસ્તાની સૈનિક પણ શહીદ થયો હતો. મીડિયા અહેવાલો અનુસાર, ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન (ISPR) દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લાના શિનવરસાક વિસ્તારમાં બાતમી પ્રમાણે એક ગુપ્તચર-આધારિત ઓપરેશન (IBO) શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં સુરક્ષા કર્મચારીઓ અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  કોરોનાને લઈને મોદી સરકાર એલર્ટ, મનસુખ માંડવિયા આવતીકાલે આ લોકો સાથે કરશે બેઠક..

નિવેદન અનુસાર, “સૈનિકોએ અસરકારક રીતે આતંકવાદીઓનો સામનો કર્યો. આ ઓપરેશનમાં ખતરનાક આતંકવાદી કમાન્ડર જાન મુહમ્મદ ઉર્ફે ચરાગ સહિત આઠ આતંકવાદીઓ માર્યા ગયા હતા.” આ નિવેદનમાં જણાવાયું છે કે ઘટના સ્થળેથી શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો. આ આતંકવાદીઓ સુરક્ષા દળો વિરુદ્ધ આતંકવાદી કૃત્યો અને નિર્દોષ નાગરિકોની હત્યામાં સામેલ હતા.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના સુરક્ષા દળો આતંકવાદને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. માર્યા ગયેલા આતંકવાદીઓ ક્યા સંગઠનના હતા તેની તપાસ કરવામાં આવી રહી છે.

Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
Exit mobile version