નાણાંમંત્રી દ્વારા બજેટમાં જાહેર કરાયેલી વ્હીલક સ્ક્રેપેજ પોલિસીના પગલે દેશમાં અંદાજે ૮૦ લાખથી વધુ જૂના વાહનો રોડ પરથી દૂર થઈ જવાની શક્યતા છે.
ઓટો નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સ્ક્રેપેજ પોલિસીના પગલે આગામી સમયમાં ગ્રીન ફ્યુઅલ એટલે કે ખાસ કરીને ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થશે.
જૂના વાહનો નવા વાહનોની તુલનાએ ૧૦ ટકા વધુ પ્રદુષણ ફેલાવે છે. આ પોલીસીના પગલે પ્રદુષણની સમસ્યા પણ હળવી થશે.
બજેટમાં આ પોલીસીની જાહેરાત બાદ ઓટો ક્ષેત્રમાં નવી માંગ નીકળવાના આશાવાદે ધમધમાટ વધ્યો છે.