Site icon

શોકિંગ!!! DGCAના અહેવાલ ચોંકાવનારો ખુલાસોઃ દેશના એરપોર્ટ પર આટલા કર્મચારીઓ ફૂલ ટલ્લી.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ તાજેતરમાં બહાર પાડેલા અહેવાલમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે. અહેવાલ મુજબ દેશભરના એરપોર્ટ(Airport) પર કામ કરતા 84 કર્મચારીઓ સર્વિસ દરમિયાન ફૂલ દારૂ પીધેલી હાલતમાં મળ્યા હતા. એટલે કે કર્મચારીઓ ઓન ડ્યુટી(On duty) નશામાં હતા. 

Join Our WhatsApp Community

DGCAના રિપોર્ટ મુજબ આ કર્મચારીઓમાં 54 તો પાઈલટ(Pilot) છે. જાન્યુઆરી 2021 થી માર્ચ 2022 દરમિયાન દેશભરના 42 એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા 84 કર્મચારીઓ નશામાં(Drunk) ધૂત જોવા મળ્યા હતા.

રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે બ્રેથ એનાલાઈઝર (BA) ટેસ્ટમાં દોષિત જણાયા અન્ય કર્મચારીઓમાં એરોબ્રિજ ઓપરેટર્સ(Aerobridge operators), લોડર્સ, વાયરમેન, સુપરવાઈઝર ગ્રાઉન્ડ હેન્ડલિંગ, એરક્રાફ્ટ મેન્ટેનન્સ(Aircraft maintenance) અને ફાયર ફાઈટરનો(Fire fighter) સમાવેશ થાય છે. DGCA એ સપ્ટેમ્બર 2019 માં ફ્લાઇટ એટેન્ડન્ટ્સ(Flight attendants) માટે વિશેષ નિયમો ઘડ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો :  લો બોલો! દેશમાં ફાઇવજી ટેકનોલોજી લોન્ચ થાય તે પહેલા 6G સેવા પર કામ શરુ, આ વર્ષના અંત સુધીમાં 6જી ટેલિકોમ નેટવર્ક શરૂ કરવાનો સરકારનો લક્ષ્યાંક 

નિયમ એવો છે કે એરપોર્ટ ઓપરેટરોએ માત્ર તેમના કર્મચારીઓની જ નહીં, પરંતુ એરપોર્ટ પર મંજૂરી આપવામાં આવેલી અન્ય કંપનીઓના કર્મચારીઓનું પણ નિયમિતપણે નિરીક્ષણ કરવું જોઈએ.

એરપોર્ટ પર સેવાઓ પૂરી પાડતી દરેક કંપનીના ઓછામાં ઓછા 10% કર્મચારીઓ માટે દૈનિક રેન્ડમ બ્રેથ એનાલાઈઝર પરીક્ષણમાંથી પસાર થવું ફરજિયાત છે. જો કોઈ કર્મચારી ટેસ્ટ દરમિયાન પહેલી વખત નશામાં જોવા મળ્યો,, ટેસ્ટનો ઇનકાર કરે છે અથવા એરપોર્ટ વિસ્તારની બહાર નીકળીને ટેસ્ટ ટાળવાનો પ્રયાસ કરે છે, તો તેનું લાઇસન્સ(License) ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે અથવા સેવા અસ્થાયી રૂપે સસ્પેન્ડ(Temporarily suspended) કરવામાં આવે છે. 
 

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version