News Continuous Bureau | Mumbai
Air India Express cancels: એર ઈન્ડિયા એક્સપ્રેસની લગભગ 86 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એર ઈન્ડિયાના લગભગ 300 કર્મચારીઓ સામૂહિક હડતાળ પર ઉતરી જતાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. તેથી, મંગળવાર રાતથી બુધવાર સવાર સુધી, લગભગ 86 ફ્લાઇટ્સ રદ ( Flights cancelled ) કરવામાં આવી છે. લગભગ 300 વરિષ્ઠ કેબિન ક્રૂ સભ્યો છેલ્લી ઘડીએ એક સાથે બીમાર પડ્યા હોવાની કહીને રજા પર ચાલ્યા ગયા હતા. જે બાદ તમામે ક્રુ સભ્યોએ પોતાનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. જેથી આખરે એર ઈન્ડિયા પાસે તેની ફ્લાઈટ્સ રદ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો.
Dear @JM_Scindia sir disappointed with the service by air India express.
My flight is at 11:30pm from Bangalore to Delhi , while arriving airport on checking the attendant said delay by 2 hour. No message given of delay. #ministryofcivilaviation @PMOIndia @MoCA_India pic.twitter.com/tgfhGz8eRu— Suraj singh (@SurajSingh4767) May 7, 2024
દરમિયાન, એર ઈન્ડિયા ( Air India ) મેનેજમેન્ટ અચાનક રજા પર ગયેલા કર્મચારીઓનો ( employees ) સંપર્ક કરવાનો હાલ પ્રયાસ કરી રહ્યું છે. જો કે, આ કર્મચારીઓ એર ઈન્ડિયામાં નવા લાગુ કરવામાં આવેલા નિયમો અને શરતોની વિરુદ્ધમાં છે. આ અંગે એર ઈન્ડિયાના પ્રવક્તાએ નિવેદન આપતા મુસાફરો સામે ખુલાસો કર્યો હતો કે. અમારા કેબિન ક્રૂના ( cabin crew ) કેટલાક સભ્યો અચાનક બીમાર પડ્યા છે. તેથી અમારી ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. તો કેટલીક ફલાઈટો મોડી ઉડી રહી છે. આના ઉકેલ માટે અમે અમારા કર્મચારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છીએ. એર ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું હતું કે અમે મુસાફરોને થતી આ અસુવિધા ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
Delhi Airport Kalesh (Air India Express cancelled 3 flights to Goa, Guwahati and Srinagar last moment and refused to provide any alternatives. So,Kalesh ensued) pic.twitter.com/TdIJlMhmTt
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 8, 2024
Air India Express cancels: ફ્લાઈટ્સ રદ્દ થવાને કારણે ઘણા મુસાફરોએ સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો…
એર ઈન્ડિયાના પ્રવક્તાએ આ ઘટના માટે મુસાફરોની માફી પણ માંગી હતી . આ ઉપરાંત, તેણે એ વાતનો પણ આ બાબત અંગે અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. તેમજ રદ કરાયેલી તમામ ફ્લાઈટ્સ માટે મુસાફરોને વળતર આપવામાં આવશે. અથવા કહેવામાં આવ્યું છે કે જે મુસાફરો આ ટિકીટ ( Flights Ticket ) રદ્દ કરી કોઈ અન્ય દિવસ માટે ટિકીટ બુક કરાવવા માંગે છે તો તે સુવિધા પણ ઉપલબ્ધ કરી આપવામાં આવશે.
#WATCH | Kerala: Passengers at Thiruvananthapuram airport face difficulties as more than 70 international and domestic flights of Air India Express have been cancelled after senior crew member of the airline went on mass ‘sick leave’. pic.twitter.com/c234yIzedA
— ANI (@ANI) May 8, 2024
આ સમાચાર પણ વાંચો: Income tax: આવકવેરા વિભાગની ઝડપી કાર્યવાહી, 60 ટકાથી વધુ રિટર્ન પ્રોસેસ થઈ ગયા.
ફ્લાઈટ્સ રદ્દ થવાને કારણે ઘણા મુસાફરોએ સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આમાં મુસાફરોએ ફરિયાદ કરી હતી કે ફ્લાઈટ્સ રદ્દ કરવા અંગે અગાઉથી કોઈ માહિતી આપવામાં આવી નથી. કેટલાક લોકોએ ટ્વિટર પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે કે જ્યારે અમે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે અમને જાણ કરવામાં આવી હતી કે અમારી ફ્લાઇટ રદ કરવામાં આવી છે. દરમિયાન આ માટે એર ઈન્ડિયાએ મુસાફરોની માફી માંગી હતી.
નોંધનીય છે કે, ગયા મહિને કેબિન ક્રૂ એસોસિએશને આરોપ લગાવ્યો હતો કે એર ઈન્ડિયાનું મેનેજમેન્ટ યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી. તદુપરાંત, કર્મચારીઓ સાથે સમાન વર્તન કરવામાં આવતું નથી. તે જ સમયે, એક સંગઠને આક્ષેપ કર્યો હતો કે મેનેજમેન્ટની ખોટી નીતિને કારણે કર્મચારીઓનું મનોબળ ઘટી રહ્યું છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
