Site icon

શું વાત કરો છો !? ભારતીય સેનામાં 86% હથિયાર આ દેશના છે.. નામ જાણી તમે પણ ચોંકી જશો…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

22 જુલાઈ 2020

સામાન્ય રીતે એવી માન્યતા છે કે ભારતની સેનામાં સૌથી વધુ શસ્ત્રો, અમેરિકા અને ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવે છે. પરંતુ હાલમાં થયેલા એક સંશોધન મુજબ ભારતે સૌથી વધુ શસ્ત્રો રશિયા પાસેથી ખરીદયા છે. અમેરિકન થિંક ટેન્કના અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય સેનામાં હાલ ઉપયોગમાં લેવામાં આવતા, 86 % સાધનો, શસ્ત્રો અને પ્લેટફોર્મ રશિયન મૂળના છે.

ભારત માટે, બે પડોશી ચીન અને પાકિસ્તાન હંમેશાં એક મોટો પડકાર રહ્યાં છે. એક તરફ પાકિસ્તાન આતંકવાદથી પરેશાન કરે છે, તો ચીનની વિસ્તરવાદી નીતિ સરહદ પર તણાવ વધારવાનું કામ કરે છે. આ બેવડા પડકારો વચ્ચે ભારત સતત તેની સૈન્ય ક્ષમતામાં વધારો કરી રહ્યું છે. લશ્કરી સાધનો માટે ભારતની સર્વોચ્ચ પરાધીનતા રશિયા પર છે.

એક અધ્યયન મુજબ નૌકાદળમાં 41 ટકા વસ્તુઓ રશિયા બનાવટની લેવામાં આવી છે, જ્યારે હવાઈ દળમાં રશિયાથી લાવવામાં આવેલાં સાધનો, શસ્ત્રો અને અન્ય વસ્તુઓનો બે તૃતીયાંશ હિસ્સો છે. વર્ષ 2014 થી 55 % ભારતીય લશ્કરી ચીજો રશિયાથી આયાત કરવામાં આવી રહી છે. 

નોંધપાત્ર વાત એ છે કે ચીન સાથેના તણાવ વચ્ચે થોડા મહિના અગાઉ જ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રશિયાની મુલાકાત લીધી છે. આ દરમિયાન સોદો થયા મુજબ રશિયા ભારતને ટૂંક સમયમાં એસ-400 એન્ટી મિસાઇલ સિસ્ટમ પણ આપવાનું છે. આ સિવાય તાજેતરમાં જ સેનાને વિશેષાધિકાર આપવામાં આવ્યો છે કે તે 300 કરોડ સુધીનાં શાસ્ત્રો કોઈની પણ મંજુરી વગર જાતે ખરીદી શકે છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2OOngkt  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Exit mobile version