ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર
ધર્મગુરુ આસારામ બાપુ ની તબિયત કોરોના સંક્રમણ થયા બાદ હવે ખરાબ થઈ ગઈ છે. જોધપુરના એમડીએમ હોસ્પિટલના આઈસીયુમાં ભરતી થયા બાદ હવે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ આસારામ બાપુ 16 વર્ષની જેલની સજા કાપી રહ્યા છે.
તેમને પહેલા શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને હવે તેમના શરીરમાં સંક્રમણ ફેલાઈ ગયું છે. આસારામ બાપુ ની ઉંમર એસી વર્ષની છે આ પરિસ્થિતિમાં તેમની તબિયત હવે સાથ નથી આપી રહી. આસારામ બાપુની સાથે રહેલા બીજા બાર કેદીઓને પણ કોરોના થયો છે.