ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઓગસ્ટ, 2021
બુધવાર
અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા સત્તા આંચકી લીધાં બાદ સર્જાયેલી સંકટપૂર્ણ સ્થિતિ વચ્ચે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતા હેઠળ સલામતી અંગેની કેબિનેટ કમિટીની બેઠક યોજાઈ હતી.
સૂત્રોના જણાવ્યાં અનુસાર પીએમ મોદીએ અધિકારીઓને અફઘાનિસ્તાનમાંથી તમામ ભારતીય નાગરિકોને સલામત રીતે પરત લાવવાનો નિર્દેશ આપ્યો છે.
સાથે જ ત્યાંથી ભારત આવવા ઈચ્છતા શીખ તથા હિન્દુ અલ્પસંખ્યકોને આશ્રય આપવાનો નિર્દેશ આપ્યો છે.
આ ઉપરાંત વડાપ્રધાને અધિકારીઓને ભારત પાસેથી મદદની અપેક્ષા રાખી રહેલા અફઘાન નાગરિકોની પણ શક્ય તમામ મદદ કરવા જણાવ્યું છે.
આ સર્વોચ્ચ સમિતિમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાણાંમંત્રી નિર્મલા સીતારામન, વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રુંગલા તથા એનએસએના ચીફ અજિત દોવાલ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.