Site icon

નોર્થ ઈસ્ટના આ બે રાજ્યોનો 50 વર્ષનો સરહદીય વિવાદ ઉકેલાયો, ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં થયો આ કરાર; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

આસામ અને મેઘાલય વચ્ચે 50 વર્ષ જૂનો સરહદી વિવાદ ઉકેલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. 

Join Our WhatsApp Community

બંને રાજ્યો વચ્ચે ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 

દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ સમજૂતી પર સહમતિ દર્શાવી છે.

બન્ને રાજ્યો વચ્ચેના કરાર બાદ અમિત શાહે કહ્યું કે આજે આસામ અને મેઘાલય વચ્ચેનો 50 વર્ષ જુનો સરહદીય વિવાદ ઉકેલાઈ ગયો છે. 

વિવાદના કુલ 12 પોઈન્ટમાંથી 6 પોઈન્ટ ઉકેલી દેવાયા છે જે 70 ટકા વિવાદનું મૂળ છે. બાકીના છ પોઈન્ટ પર ટૂંક સમયમાં ઉકેલ આવી જશે. 

ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં આસામ અને મેઘાલય વચ્ચેનો વિવાદ લોહિયાળ હિંસામાં પરિણમ્યો હતો તેમાં બન્ને પક્ષે મોટી ખુવારી થઈ હતી.

આ સમાચાર પણ વાંચો : 'રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ' બાદ નહેરુ મ્યુઝિયમનું નામ પણ બદલાયું, હવે આ નામે ઓળખાશે મ્યુઝિયમ; PM મોદી કરશે ઉદ્ઘાટન

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version