ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,8 જાન્યુઆરી 2022
શનિવાર
કોરોના સંકટ વચ્ચે ચૂંટણી પંચ શનિવારે રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે.
ચૂંટણી પંચના પ્રમુખ સુશીલ ચંદ્રા આજે બપોરે 03:30 કલાકે પ્રેસ કોન્ફરન્સ દ્વારા 5 રાજ્યોનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરશે.
એવું માનવામાં આવે છે કે, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ કેટલાક નવા નિયમો પણ લાગુ કરી શકે છે.
આ અંતર્ગત ચૂંટણીની રેલીઓ, મતદાન કેન્દ્રોથી લઈને ભીડ પ્રબંધન મામલે કેટલાક પ્રતિબંધો લાગુ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબમાં ચૂંટણી યોજાવાની છે.
