દેશભરમાં વેક્સિનેશનના 'ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન' ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.
વેક્સિનેશન શરૂ થયાના પહેલા જ દિવસે દેશમાં 86 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી.
સરકારની કોવિન રજીસ્ટ્રેશન વેબસાઇટના ડેટા મુજબ સોમવારે એક દિવસમાં 86,16,373 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી.
જોકે રાજ્યો તરફથી સંપૂર્ણ ડેટા આવ્યા પછી આ સંખ્યામાં વધુ વધારો થવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પાંચ એપ્રિલે સૌથી વધુ 43 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી.
