કોરોનાનું સંકટ ટળ્યું નથી ત્યાં મ્યુકર માઇકોસીસ નામની બીમારીએ ઊંચક્યું માથું છે
કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધનના જણાવ્યાનુસાર દેશના 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મ્યુકર માઇકોસીસના 28,252 કેસ નોંધાયા છે.
આમાંથી 86 ટકા કોવિડ -19 દર્દીઓ હતા, જ્યારે 62.3 ટકા દર્દીઓ ડાયાબિટીસના રોગથી પીડિત છે.
મહારાષ્ટ્રમાં મ્યુકર માઇકોસીસનાં સૌથી વધુ 6,339 કેસ અને ત્યાર બાદ ગુજરાતમાં 5,486 કેસ છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધી વિવિધ કેટેગરીના 23,27,86,482 લોકોને કોરોના રસીના ડોઝ લગાવવામાં આવ્યા છે અને 18-44 વય જુથના 2,86,18,514 લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.
‘60 વર્ષથી ઉપરની’ વય જૂથના 6,06,75,796 અને 45-59 વર્ષની વય જૂથના 7,10,44,966 લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.