Site icon

રેલવેની મોટી કાર્યવાહી-મોદી સરકારના ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનના પ્રભારી સતીશ અગ્નિહોત્રીની કરાઈ હકાલપટ્ટી-જાણો શું છે કારણ 

News Continuous Bureau | Mumbai 

કેન્દ્ર સરકારે(Central Govt) મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પરિયોજનાના(Bullet train project) પ્રમુખ સતીશ અગ્નિહોત્રીને(Satish Agnihotri) સસ્પેન્ડ કરી દીધા છે. મીડિયા પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ રાષ્ટ્રીય હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના(National High Speed Rail Corporation Limited) અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટરના(Managing Director) રૂપમાં કાર્યરત અગ્નિહોત્રીને ભ્રષ્ટાચારના(Corruptioin) આરોપમાં તત્કાલ પ્રભાવથી હટાવી દેવામાં આવ્યા છે.  ૭ જુલાઈ, ૨૦૨૨ના એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ મહિનાના સમય માટે NHSRCL માં ડાયરેક્ટર (પરિયોજના) ના રૂપમાં કાર્યરત ભારતીય રેલવે(Indian railway) સેવા એન્જિનિયર રાજેન્દ્ર પ્રસાદને NHSRCL મેનેજિંગ ડાયરેક્ટરના પદની જવાબદારી આપવામાં આવી છે. આ આદેશ કાર્યભાર ગ્રહણ કરવાની તારીખ કે આગામી આદેશ સુધી જે પણ પહેલા હશે લાગૂ પડશે.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ભારત G-20 શેરપા તરીકે પિયુષ ગોયલની જગ્યા લેશે ભૂતપૂર્વ નીતિ આયોગના આ અધિકારી- જાણો વિગત

જોકે એનએચએસઆરસીએલના(NHSRCL) પ્રવક્તાએ આ મામલા પર કોઈ ટિપ્પણી કરી નથી. અગ્નિહોત્રી વિરુદ્ધ આરોપો વિશે પૂછવા પર રેલ મંત્રાલયના(Ministry of Rail) અધિકારીઓએ ટિપ્પણી કરવાથી ઇનકાર કરી દીધો. અગ્નિહોત્રી ૧૯૮૨ બેચના IRSE અધિકારી છે અને તેમને પાછલા વર્ષે જુલાઈમાં NHSRCL ના CMD બનાવવામાં આવ્યા હતા.  રેલવેના અધિકારીઓએ(Railway officials) કહ્યું કે અગ્નિહોત્રીને ૨૦૧૧માં થયેલા એક મામલા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મંત્રાલયના એક અધિકારીએ કહ્યું- લોકાયુક્તને ઘણી ફરિયાદો મળ્યા બાદ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હાલ આ મામલાની તપાસ સીબીઆઈ કરી રહી છે. 

Naxal Hidma: મોસ્ટ વોન્ટેડ નક્સલી હીડમા છત્તીસગઢ બોર્ડર પર ઠાર, એન્કાઉન્ટરમાં તેના આટલા સાથીઓ પણ માર્યા ગયા
Hamas attack: દિલ્હી બ્લાસ્ટ: સુસાઇડ બોમ્બરથી લઈને રોકેટ-ડ્રોન સુધી! શું ઉમરનું કાવતરું ભારતમાં ‘હમાસ’ જેવો મોટો હુમલો કરવાનું હતું?
Tejashwi Yadav: તેજસ્વી યાદવ પર દબાણ! રાજકીય કારકિર્દી સામે ઊભો થયો સવાલ, મીટિંગમાં ભાવુક થઈ નેતાએ કેમ આપ્યું રાજીનામું આપવા જેવું નિવેદન?
Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસ માં અલ-ફલાહ યુનિવર્સિટી પર ED ની મોટી કાર્યવાહી, ચાર રાજ્યોમાં કુલ આટલા ઠેકાણાં પર દરોડા
Exit mobile version