Site icon

દેશની આ અગ્રણી ટેક્સટાઈલ કંપની સામે અધધધ કરોડની છેતરપીંડીનો CBIએ નોઁધ્યો કેસ. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

CBIએ ટેક્સટાઇલ કંપની (Textile Company) એસ કુમાર્સ નેશનલ વાઇડ લિમિટેડ (એસકેએનએલ) અને કંપનીના પ્રમોટરો અને ડાયરેક્ટરો સહિત અન્ય ૧૪ સામે ૧૨૪૫ કરોડ રૂપિયાની બેંક છેતરપિડી (Bank fraud) બદલ કેસ દાખલ કર્યો છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હોવાનું મીડિયામાં અહેવાલ આવ્યા છે. 

Join Our WhatsApp Community

મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ એફઆઇઆર (FIR) દાખલ કરવામાં આવ્યા પછી કેન્દ્રીય એજન્સીએ (central agency) મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં ૧૩ સ્થળોએ દરોડા પાડયા હતાં. CBIના પ્રવક્તા આર સી જોશી ના કહેવા મુજબ દરોડા દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતાં.

મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ આ કંપની હાલમાં હાઇ વેલ્યુ ફાઇન કોટન ફેબ્રિક્સ અને હોમ ટેક્સટાઇલના મેન્યુફેકચરિંગના બિઝનેસ સાથે સંકળાયેલી છે. કંપનીએ આઇડીબીઆઇ (IDBI Bank) બેંકના નેતૃત્વવાળા બેંકોના જૂથ પાસેથી લોન મેળવી હતી.

આ સમાચાર પણ વાંચો  :  CAITએ બાયો ચઢાવી ઈ-કોમર્સ પર વેચાતીઓ દવાઓ સામે, કેમિસ્ટોનું યોજશે દેશવ્યાપી અધિવેશન, ઈ-ફાર્મસીના કારણે દેશના કરોડો રિટેલ કેમિસ્ટનો ધંધો પ્રભાવિત. જાણો વિગતે

મિડિયામાં આવેલા અહેવાલ મુજબ CBIના અધિકારીના કહેવા મુજબ ૨૦૧૨ થી ૨૦૧૮ દરમિયાન બેંકમાંથી મળેલ લોનની રકમનો દુરુપયોગ કરવા બદલ કંપનીના પ્રમોટરો અને ડાયરેક્ટરો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેના કારણે બેંકોને કુલ ૧૨૪૫.૧૫ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

આ કંપની સામે આઇડીબીઆઇ બેંકના નેતૃત્વવાળા બેંકોના જૂથે ફરિયાદ દાખલ કરી હતી. આ જૂથમાં આઇડીબીઆઇ બેંક ઉપરાંત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા(Central Bank of india), જમ્મુ-કાશ્મીર બેંક(Jammu kashmir Bank), પંજાબ નેશનલ બેંક(punjab National Bank) અને ઇન્ડિયન બેંકનો (Indian Bank ) સમાવેશ થાય છે.

Rahul Gandhi: ‘રાહુલ ગાંધી ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે’: ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 પ્રતિષ્ઠિત હસ્તીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Nitish Kumar: બિહારમાં ‘એ જ ત્રિપુટી’નો દબદબો કાયમ: નીતિશ કુમાર બાદ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાના નામ પર પણ મંજૂરીની મહોર
PM Kisan Yojana: PM કિસાન યોજના: ખુશખબરી! આજે યુપીના ખેડૂતોના ખાતામાં જમા થશે ₹4314.26 કરોડ, અહીં જુઓ વિગતો
RAW Officer: RAW અધિકારી બનીને કરતો હતો છેતરપિંડી: 20 બેંકોમાં ખાતા, 5 પાન કાર્ડ સાથે બિહારના સુનીતની નોઇડામાં ધરપકડ
Exit mobile version