ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૮ એપ્રિલ 2021
બુધવાર
ભારત સરકારે વિમાન કંપનીઓને આદેશ આપ્યો છે કે આગામી એક મહિના સુધી એટલે કે ૩૧ મે સુધી તેઓ વિમાન નું ભાડું નહીં વધારી શકે. આ આદેશ ઘરેલુ ઉડાન એટલે કે ભારત દેશની અંદર ટ્રાવેલ કરનાર લોકો માટે છે. સરકારે એરલાઇન્સને એવો પણ આદેશ આપ્યો છે કે તેઓ પોતાની ક્ષમતા ના માત્ર ૮૦ ટકા જેટલા પેસેન્જર જ લઇ શકશે.
ઉલ્લેખનીય છે કે અનેક રાજ્યોમાં લોકડાઉન જેવી પરિસ્થિતિને કારણે અનેક વિમાન કંપનીઓ અત્યારે નુકસાનના ખાડામાં ઉતરી ગઈ છે. એવા સમયમાં આ સરકારી આદેશ ને કારણે વિમાન કંપનીઓ પર વધુ એક નિયંત્રણ આવ્યું છે.
