ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર
છેલ્લાં કેટલાંક વર્ષોથી રેલવેમાં માલ પરિવહન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. મધ્ય રેલવેની 'કિસાન રેલ' મહારાષ્ટ્રમાંથી ફળો, શાકભાજી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ સહિત માલસામાનનું પરિવહન કરીને કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. મળેલી માહિતી પ્રમાણે સેન્ટ્રલ રેલવેએ દાડમ, સીતાફળ, કેપ્સીકમ અને લીંબુનું પરિવહન કરીને કરોડો રૂપિયાની કમાણી કરી છે. એપ્રિલથી ઓક્ટોબર-2021 દરમિયાન 4.01 લાખ ટન કાર્ગોનું પરિવહન કરવામાં આવ્યું છે.
સેન્ટ્રલ રેલવે સતત પાર્સલ આવકમાં બધા ઝોનલ રેલવેમાં પ્રથમ નંબરે છે. એપ્રિલથી ઓક્ટોબર 2021માં મુંબઈ ડિવિઝને રૂ. 65.86 કરોડની કમાણી કરી છે. ત્યાર પછી ભુસાવળ ડિવિઝનનો નંબર આવે છે. જેણે રૂ. 53.30 કરોડની આવક કરી છે. સોલાપુર ડિવિઝને રૂ. 29.68 કરોડની આવક કરી છે.
૧૨૦૦ બેનામી ખાતા અને કરોડો રૂપિયાના ગોટાળા. કિરીટ સોમૈયાએ સહકાર મંત્રાલયને જોરદાર રિપોર્ટ સોંપી.
ઑક્ટોબર-2021માં મધ્ય રેલવેની પાર્સલ આવક રૂ. 30.46 કરોડ છે અને એપ્રિલ-ઓક્ટોબર 2021 દરમિયાન પાર્સલની આવક રૂ. 174.40 કરોડ છે, જે ગત વર્ષના સમાન સમયગાળાની રૂ. 54.57 કરોડની આવક કરતાં 220 ટકા વધુ છે.
પાર્સલ પરિવહનમાં વધારો મુખ્યત્વે કિસાન રેલના સફળ સંચાલનને કારણે છે.