દિલ્હી ખાતે ચાલી રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્ય પર પ્રતિબંધ નહીં મુકાય.
દિલ્હી હાઈકોર્ટે આ પ્રોજેક્ટ પર પ્રતિબંધ મુકવા ઈનકાર કરી દીધો છે. આ ઉપરાંત કોર્ટે અરજીકર્તાને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
સાથે જ કોર્ટે અરજીકર્તાના ઉદ્દેશ્યો સામે સવાલ કર્યા હતા અને આ પ્રોજેક્ટ બળજબરીપૂર્વક અટકાવવા અરજી કરાઈ હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અરજીમાં કહેવાયું હતું કે પ્રોજેક્ટ એક જરૂરી કાર્ય નથી અને તેને થોડા સમય માટે રોકી શકાય તેમ છે. કોરોના દરમિયાન કોઈ પણ આવા પ્રોજેક્ટને આગળ વધારવાની મંજૂરી ન મળવી જોઈએ. કારણ કે પ્રોજેક્ટના સ્થળે 500થી વધારે મજૂરો કામ કરી રહ્યા છે જેથી ત્યાં કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ છે.
મહામારીના કાળમાં શાકભાજીના ભાવ ૩૦-૪૦ ટકવધ્યા; ગૃહિણીનું બજેટ ખોરવાયું, જાણો વિગત
