ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,
મંગળવાર,
કેન્દ્ર સરકારે, ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે, શીખ ફોર જસ્ટિસ સંસ્થા સાથે ગાઢ સંબંધ ધરાવતા ‘પંજાબ પોલિટિક્સ ટીવી’ની એપ્સ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે.
મંત્રાલયે ‘પંજાબ પોલિટિક્સ ટીવી’ના ડિજિટલ મીડિયા સંસાધનોને અટકાવવા માટે IT નિયમો હેઠળની સત્તાઓનો ઉપયોગ કર્યો છે.
પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા માટે ઑનલાઇન મીડિયાનો ઉપયોગ કરવાનો શીખ ફોર જસ્ટિસ સંસ્થા પ્રયાસ કરી રહી હતી.
ઉલ્લેખનીય છે કે આ સંગઠન છેલ્લા ઘણા દિવસોથી પંજાબના લોકોને ભડકાવવાનું કામ કરી રહ્યું છે.
