Site icon

વડા પ્રધાનની શાનમાં ગુસ્તાખી કરનારા બંગાળના ચીફ સેક્રેટરી સામે આ પગલાં લેવાયાં; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 29 મે 2021

Join Our WhatsApp Community

શનિવાર       

કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરી અલાપન બંધોપાધ્યાયને ફરી દિલ્હી બોલાવી લીધા છે. 31 મેના તેમને દિલ્હી રિપૉર્ટ કરવાનું રહેશે. તેમની રાતોરાત ટ્રાન્સફર કરવામાં આવી છે. એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં મોડા પહોંચવાના કારણને જવાબદાર ગણવામાં આવે છે. તેમની ટ્રાન્સફર કરીને કેન્દ્ર સરકારે તેમની સાથે જ નહીં, પણ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી સામે પણ બદલો લીધો છે.

દેશમાં 44 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ, 2.80 લાખથી વધુ લોકો થયા રિકવર ; જાણો આજના નવા આંકડા

વાત બની એમ કે, યાસ વાવાઝોડાએ બંગાળ અને ઓરિસ્સાને મોટા પ્રમાણમાં  નુકસાન પહોંચાડ્યું હતું. એથી આ નુકસાનની સમીક્ષા કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળમાં બેઠક રાખી હતી. જેમાં ચીફ સેક્રેટરી અલાપન બંધોપાધ્યાય બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી સાથે 30  મિનિટ મોડા પહોંચ્યા હતા. વાવાઝોડામાં થયેલા નુકસાનને લઈને દસ્તાવેજો આપીને બંને જણ તરત નીકળી ગયાં હતાં. આવા વર્તનથી મમતા બેનર્જીએ વડા પ્રધાનનું અપમાન કર્યું છે અને બંધારણ મૂલ્યોની પણ હત્યા કરવામાં આવી છે એવો આરોપ ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડાએ કર્યો હતો. તો આ બનાવથી અપમાનિત થયેલા વડા પ્રધાને તરત જ અલાપનની બદલીનો આદેશ આપી દીધો હતો. અહીં ઉલ્લેખનીય છે કે અલાપન બંધોપાધ્યાયની મમતા બેનર્જીના વિશ્વાસુ અધિકારી તરીકે ગણના થાય છે.

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version