Site icon

હકીકત કે પછી ફસાના? કોંગ્રેસ શાસિત રાજ્યોની રસીકરણમાં બેદરકારી. ભાજપ શાસિત રાજ્યોમાં રસીકરણ અભિયાનનો ખૂબ સારો દેખાવ કર્યો. જાણો આંકડા… 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

બુધવાર 

કેટલાક વિપક્ષો દ્વારા શાસિત રાજ્યો હાલ બુસ્ટર ડોઝની માંગ કરી રહ્યા છે પરંતુ આઘાતજનક બાબત તો એ છે કે તે રાજ્યો જ હજુ સુધી પોતાની પ્રજાને પૂરતા પ્રમાણમાં રસીના ડોઝ આપી શક્યા નથી. વાસ્તવમાં આ રાજ્યો રસીકરણના મુદ્દાને પણ રાજકીય રંગ આપી રહ્યા છે જેખરેખર દુખદ છે એમ સૂત્રોએ કહ્યું હતું.  ભાજપે કાયમ એવો આક્ષેપ મૂક્યો છે કે વિરોધપક્ષો રસીકરણના અભિયાનના મુદ્દે પણ રાજકારણ ખેલી રહ્યા છે, અને કેટલાંક વિપક્ષોએ તો દેશમાં ુઉત્પાદિત બે રસીની વિશ્વસનિયતા પ્રત્યે પણ શંકા વ્યક્ત કરી હતી. રસીકરણના આંકડાની માહિતી ાપતા સૂત્રોએ કહ્યું હતું કે કોંગ્રેસ શાસિત પંજાબમાં ૭૨ ટકા લોકોને રસીનો પહેલો ડોઝ અપાયો છે જ્યારે ફક્ત ૩૨ ટકા લોકોને જ બીજાે ડોઝ આપી શકાયો છે, જ્યારે કોંગ્રેસના અન્ય એક રાજ્ય ઝારખંડમાં ૬૬ ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી શકાયો છે અને ફક્ત ૩૦ ટકા લોકોને જ રસીના બંને ડોઝ અપાયા છે.  સમાન રીતે તામિલનાડુમાં ૭૮ ટકા લોકોને પ્રથમ ડોઝ અને ૪૨ ટકા લોકોને બંને ડોઝ અપાયા છે, મહારાષ્ટ્રમાં ૮૦ ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ અને ૪૨ ટકા લોકોને બંને ડોઝ અપાઇ ચૂક્યા છે જ્યારે છત્તીસગઢમાં ૮૩ ટકા લોકોને પ્રથમ ડોઝ અને ૪૭ ટકા લોકોને બંને ડોઝ અપાયા છે.દેશના લોકોને કોરોનાની રસી આપવા હાલ રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા અભિયાનમાં ભાજપ શાસિત રાજ્યોએ ખુબ સારો દેખાવ કર્યો હતો જ્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો દ્વારા શાસિત રાજ્યોએ આ અભિયાનને પૂરૂં કરવામાં સરિયામ બેદરકારી દાખવી હોવાની સરકારી આંકડા ચાડી ખાય છે. 

લોકો ઓનલાઈન શું શોધે છે? ગયા વર્ષે આ શબ્દ લોકોએ ઓનલાઈન સૌથી વધુ સર્ચ કર્યો. આ વર્ષે આ શબ્દ છે આગળ. જાણો નવી માહિતી..

સરકાર દ્વારા આજે જાહેર કરાયેલી આંકડાકીય માહિતી મુજબ ભાજપ શાસિત દેશના ૮ રાજ્યોમાં ૫૦ ટકા લોકોને વેક્સીનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે જ્યારે તે પૈકીના ૭ રાજ્યોએ તો ૯૦ ટકા લોકોને વેક્સીનના બંને ડોઝ આપી દઇને રસીકરણના અભિયાનને ખુબ વેગથી આગળ વધારી રહ્યા છે. રસીકરણના અભિયાનમાં ભાજપ શાસિત રાજ્યો દ્વારા જે લક્ષ્યાંક હાસલ કરાયો છે એવો કોઇ લક્ષ્યાંક કોંગ્રેસર કે તેના સહયોગી પક્ષો દ્વારા શાસિત રાજ્યો દ્વારા હાંસલ કરી શકાયો નથી જે તેઓની બેદરકારી દર્શાવે છે એમ ઉચ્ચ સત્તાધારી સૂત્રોએ સોમવારે કહ્યું હતું.

Srinagar Protest on Khamenei Death: ખામેનેઈના મોત પર શ્રીનગરના રસ્તાઓ પર ઉતરી ભીડ; સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, કાશ્મીરમાં હાઈ-એલર્ટ.
MHA Alert on Iran Israel War: Iran Attack Impact in India: ભારતના અનેક રાજ્યોમાં સુરક્ષા કડક, ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી; કટ્ટરપંથી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નો આદેશ.
Delhi School Bomb Threat: દિલ્હીની ટોચની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! સરદાર પટેલ વિદ્યાલયમાં હાઈ-એલર્ટ; પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ..
Air India Flights Cancelled: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર! એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટ અને યુરોપની ફ્લાઈટ્સ પર લીધો મોટો નિર્ણય..
Exit mobile version