News Continuous Bureau | Mumbai.
ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ચીની વિદેશ મંત્રી વાંગ યી ભારતના પ્રવાસે આવ્યા છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે કાશ્મીર પર નિવેદન આપ્યા બાદ ચીનના વિદેશ મંત્રી વાંગ યી ગુરૂવારે મોડી સાંજે દિલ્હી પહોંચ્યા છે.
વાંગ યી આજે વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરશે.
લદ્દાખ સરહદ વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચે 15 રાઉન્ડની વાતચીત થઈ ચુકી છે અને તેવામાં ચીનના વિદેશ મંત્રીનો આ પ્રવાસ ખૂબ મહત્વનો છે.
જોકે ભારત સરકાર તરફથી ચીનના વિદેશ મંત્રીના પ્રવાસને લઈને અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
આ સમાચાર પણ વાંચો : મોદી સરકારે રેશનકાર્ડ ધારકોને આપી મોટી રાહત, આ તારીખ સુધી મળતું રહેશે સસ્તું અનાજ; જાણો વિગત