Site icon

ભારત-ચીન સીમાવિવાદ: લદ્દાખ બાદ હવે આ રાજ્યમાં હિન્દી-ચીની સૈનિકો વચ્ચે ટક્કર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021 
શુક્રવાર

લદ્દાખ અને લેહમાં ભારત અને ચીન વચ્ચે તણાવ તો છે જ, પણ હવે અરુણાચલ પ્રદેશમાં પણ તણાવ વધી ગયો છે. અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર હિન્દુસ્તાની અને ચીની સૈનિકો સામસામે આવી ગયા હતા. આનાથી બંને બાજુની સેનાઓ વચ્ચે તણાવ વધ્યો હતો. હિન્દુસ્તાની સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા 200 ચીની સૈનિકોને હિન્દુસ્તાની સૈનિકોએ રોક્યા હતાં.

Join Our WhatsApp Community

ચીની સૈનિકોએ ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હોવાથી તણાવ વધારે વધી ગયો હતો. આ પછી કમાન્ડર સ્તરે ચર્ચા કરવામાં આવી હતી. તેથી હવે અરુણાચલ પ્રદેશની સરહદ પર શાંતિ છે. ભારત-ચીનમાં લેહ લદ્દાખ છેલ્લા બે વર્ષથી તણાવનું કેન્દ્ર બની રહ્યું છે. અને ભારતીય સેનાના જવાનો ચીનની ઘણી દુષ્ટતાઓનો જવાબ આપી રહ્યા છે.

બ્રિટનનો અજબ કિસ્સો: આત્મહત્યા કઈ રીતે કરવી તેની રીતસર ચર્ચા કરવા માટે વોટસએપ ગ્રુપ બન્યું; જેમાંથી શીખીને લોકો આત્મહત્યા પણ કરે છે

લેહ લદ્દાખનો તણાવ હવે અરુણાચલ પ્રદેશની સરહદ સુધી પહોંચી ગયો છે. ભારતીય અને ચીની સૈનિકો સરહદ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બન્નેનો મુકાબલો થયો હતો. તે સમયે ભારતીય સરહદે ઘૂસણખોરી કરતા 200 ચીની સૈનિકોને ભારતીય સૈનિકોએ રોક્યા હતા. જણાવવામાં આવે છે કે તે સમયે તેમની વચ્ચે સંઘર્ષ થયો હતો. જ્યારે-જ્યારે  તણાવ વધે છે, ત્યારે-ત્યારે કમાન્ડર સ્તરે ચર્ચા દ્વારા આનો ઉકેલ લાવવામાં આવ્યો છે. હવે સરહદ પર તણાવપૂર્ણ મૌન છે. આ ઘટના ગયા અઠવાડિયે બની હોવાનું જાણવા મળે છે.

India-Nepal Border: નેપાળની જેલમાંથી ભાગેલા કેદીઓનો ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ સીમા દળે બનાવ્યો નિષ્ફળ, કરી આટલા ની ધરપકડ
PM Modi: 2023 બાદ વડાપ્રધાન મોદી પ્રથમ વખત લેશે આ રાજ્યની મુલાકાત, સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા થઇ અત્યંત કડક
Physiotherapist: આરોગ્ય સેવા મહા નિદેશાલય નો મહત્વનો આદેશ, જાણો કેમ હવે ફિઝિયોથેરાપિસ્ટ પોતાના નામની આગળ ડોક્ટર નહીં લખી શકે
Indian Navy: ભારતીય નૌકાદળની તાકાતમાં થયો વધારો, યુદ્ધ જહાજ પર પહેલું 3D એર સર્વેલન્સ રડાર કાર્યરત, જાણો તેની ખાસિયત
Exit mobile version