Site icon

કોમનવેલ્થ ગેમ્સ 2022નું સમાપન- ભારતના ખાતામાં કુલ 61 મેડલ- જાણો કઈ ગેમ્સમાં કેટલા મેડલ મળ્યા

News Continuous Bureau | Mumbai

ગત 28 જુલાઇથી ઈગ્લેંડના(England) બર્મિંગહામ(Birmingham) શરૂ થયેલા કોમનવેલ્થ ગેમ્સ 2022(Commanwealth games 2022)નું ગઈકાલે (સોમવારે) સમાપન થયું. ભારત માટે આ ગેમ્સ ખૂબ જ ખાસ રહી છે. આ વખતે ઘણા ખેલાડીઓએ(Players) સારું પ્રદર્શન કરી ભારતનો ડંકો વગાડ્યો છે. વેટલિફ્ટર(Weightlifter) મીરાંબાઈ(Mirabai) ચાનુંના ગોલ્ડની(GOld medal) સાથે શરૂ થયેલી આ ગેમ્સ હોકીમાં (Hockey) સિલ્વર મેડલ(Silver Medal) સાથે પૂર્ણ થઈ હતી. 

Join Our WhatsApp Community

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે સતત 18મી વખત ભાગ લીધો હતો. દેશ તરફથી 104 પુરુષો અને 103 મહિલાઓએ તેમાં હિસ્સો લીધો હતો. આ ખેલાડીઓ 61 મેડલ જીતવામાં કામયાબ રહ્યા છે. ભારતે 22 ગોલ્ડ 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ(Bronze Medal) જીત્યા છે. પુરૂષોએ 35 અને મહિલાઓએ 26 મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા(Australia), ઇંગ્લેન્ડ અને કેનેડા(Canada) પછી 4થા નંબરનું સ્થાન ભારતને મળ્યું છે.

આ સમાચાર પણ વાંચો : હવે ફાસ્ટેગ પણ જશે અને રિચાર્જ પર નહીં કરાવવાનું- તો પછી ટોલ કઈ રીતે ભરવાનો- આવી છે સરકારની નવી યોજના

આ વર્ષે બર્મિંગહામ રમાયેલી કોમનવેલ્થ ગેમ્સ ભારતે વેટલિફ્ટિંગ માં 10, ટેબલ ટેનિસમાં 7, બોક્સિંગમાં(Boxing) 7, બેડમિન્ટનમાં 6, એથલેટિ્ક્સમાં 8, લોનબોલમાં બે અને પેરા લિફ્ટિંગમાં એક મેડલ જીત્યો છે, જ્યારે જૂડોમાં 3, હોકીમાં 2,ક્રિકેટમાં એક અને સ્કવોશમાં 2 બે મેડલ જીત્યા છે.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version