ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 ફેબ્રુઆરી 2022
ગુરૂવાર
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ ભ્રામક જાહેરાતો સામે કડક પગલાં લીધા છે.
CCPA એ ગ્લેક્સોસ્મિથકલાઇન કન્ઝ્યુમર હેલ્થકેર લિમિટેડને ગેરમાર્ગે દોરતી જાહેરાતો પ્રદર્શિત કરવા માટે દોષિત ગણાવ્યું છે.
કંપનીને એક સપ્તાહની અંદર ભારતમાં સેન્સોડાઈન પ્રોડક્ટની જાહેરાત બંધ કરવાની સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત CCPAએ નપતોલ ઓનલાઇન શોપિંગ પર 10 લાખનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.
CCPAએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે