Site icon

ભારતમાં રોકેટ સ્પીડે વધતો કોરોના, તૂટ્યો 8 મહિનાનો રેકોર્ડ… કોરોનાના નવા કેસમાં થયો ચિંતાજનક વધારો, એક જ દિવસમાં આવ્યા આટલા લાખ કરતા વધુ નવા દર્દીઓ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,20 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

ગુરુવાર 

દેશમાં મહામારી કોરોનાએ ફરી એકવાર ગતિ પકડી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના કેસની સંખ્યા 3 લાખની ઉપર જતી રહી છે. આ સાથે દેશમાં છેલ્લા આઠ મહિનામાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3,17,532 કેસ નોંધાયા છે અને 491 લોકોના મોત થયા છે.  દેશમાં ડેઇલી પોઝિટીવીટી રેટ હવે 16.41% થયો છે. આ મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 87 હજાર 693 થઈ ગઈ છે. આ દરમિયાન 2,23,990 લોકો સાજા થયા હતા, અત્યાર સુધીમાં 3 કરોડ 58 લાખ 7 હજાર 29 લોકો સંક્રમણ  મુક્ત થઈ ગયા છે. હાલ દેશમાં એક્ટિવ કેસ 19,24,051 છે. 

મુંબઈમાં જુદા જુદા કામને આડે આવી રહેલા આટલા વૃક્ષોની થશે કતલ; જાણો વિગત

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની વાત કરીએ તો કેસ વધીને 9,287 થઈ ગયા છે. ગઈ કાલની સરખામણીએ 3.63 ટકાનો વધારો નોંધાયો છે. મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હીમાં વધુ કેસ છે. જોકે મહામારીના સંકટ વચ્ચે દેશમાં પૂરપાટ ઝડપે રસીકરણ પણ ચાલુ છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 159.67 ડોઝ આપવામાં આવ્યા છે. 

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version