Site icon

શું કોરોના ની ત્રીજી લહેર ખરેખર ઓસરી ગઈ? ભારતમાં નવા કેસોની સંખ્યામાં ઘટાડો પરંતુ મૃત્યુઆંકે કેન્દ્ર સરકારનું વધાર્યું ટેન્શન, આજે આટલા દર્દીઓએ ગુમાવ્યો જીવ  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

બુધવાર.

ભારતમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં થોડો ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં ગઈ કાલના મુકાબલે આજે ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના ના 1 લાખ 61 હજાર 386 નવા કેસ સામે આવ્યા છે અને 1733 લોકોના મૃત્યુ થયા છે. કાલની તુલનામાં આજે 3.4 ટકા કેસ ઓછા થયા છે. 

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચેપનો દૈનિક દર 9.26 ટકા નોંધાયો છે જ્યારે સાપ્તાહિક ચેપ દર 14.15 ટકા નોંધાયો છે. આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,95,11,307 થઈ ગઈ છે જ્યારે મૃત્યુ દર 1.20 ટકા નોંધાયો છે.

દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 10 ટકાની નીચે આવી ગયો છે. ત્યારે મૃત્યુઆંક વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણને કારણે 1,733 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં આ રોગચાળાના કારણે મૃત્યુઆંક વધીને 4,97,975 પર પહોંચી ગયો છે.

બજેટ ભાષણ માત્ર આટલી મિનિટમાં જ થયું પૂરું, અત્યાર સુધીનું સૌથી ટુંકું બજેટ રજૂ કરાયું 

જોકે આ દરમિયાન સક્રિય દર્દીઓની સંખ્યામાં 1,21,456 નો ઘટાડો થયો છે અને હવે 16,21,603 દર્દીઓ આ રોગની સારવાર હેઠળ છે, જે ચેપના કુલ કેસના 4.20 ટકા છે, જ્યારે કોવિડ -19 થી સાજા થતા દર્દીઓનો દર 94.60 ટકા છે.

સંક્રમણના નવા કેસ સાથે હવે રોગચાળાના કુલ કેસોની સંખ્યા વધીને 4,16,30,885 થઈ ગઈ છે. આ દરમિયાન દેશવ્યાપી રસીકરણ ઝુંબેશના ભાગ રૂપે એન્ટી-COVID-19 રસીના 167.29 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

New Traffic Challan Rules: ચલણ ભરતા પહેલા આ સમાચાર જરૂર વાંચજો! ટ્રાફિક દંડને ઓનલાઇન પડકારવાની સુવિધા શરૂ; જાણો પુરાવા તરીકે કયા ડોક્યુમેન્ટ્સ રાખવા પડશે સાથે.
PM Narendra Modi: બાળાસાહેબ ઠાકરે એટલે અણનમ નેતૃત્વ! જન્મ શતાબ્દી પર PM મોદીએ મરાઠીમાં પોસ્ટ શેર કરી વધાર્યું મહારાષ્ટ્રનું માન; જાણો આખી વિગત
IMD Weather Alert:વરસાદ અને કરાનો ડબલ એટેક! દિલ્હી-યુપીમાં બદલાયો મિજાજ, વાવાઝોડા સાથે ત્રાટકશે આફત; જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Exit mobile version