ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ડિસેમ્બર 2021
સોમવાર.
60 વર્ષથી વધુ ઉંમરના લોકોને બીજો ડોઝ લીધાનાં 9 મહિના સુધીમાં બુસ્ટર ડોઝ મળશે.
કોવિન ના સીઇઓ ડો. R. S. શર્માના જણાવ્યાનુસાર જો તમારી ઉંમર 60 વર્ષથી વધારે હોય અને તમે રસીના 2 ડોઝ લીધા હોય તો તેના 9 મહિનાના અંતર બાદ તમને પ્રિકોશન ડોઝ મળી શકશે.
શરૂઆતમાં આ ત્રીજો ડોઝ ફ્રંટલાઈન વર્કર્સ, હેલ્થકેર વર્કર્સ, ગંભીર બીમારી ધરાવતા અને 60 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે.
નવો વેરિયન્ટ વેકસીનેટેડ લોકોને પણ અસર કરી રહ્યો છે એટલે ફ્રન્ટ લાઇન વર્કર્સ અને વૃદ્ધોને બુસ્ટર ડોઝની જરૂર જણાઈ રહી છે. માટે સરકારે આ નિર્ણય લેવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતમાં 10 જાન્યુઆરીથી કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે.