News Continuous Bureau | Mumbai
મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA) માં ફરીથી એક વાર વધારો કર્યો છે.
આ વખતે DAમાં સરકારે 3% નો વધારો કર્યોં છે.
એટલે કે કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ હવે 31 ટકાથી વધીને 34 ટકા થઈ ગયો છે.
આ વધારો પાછલી અસર એટલે કે, 1 જાન્યુઆરી, 2022થી અમલમાં આવશે.
સરકારના આ નિર્ણયથી લગભગ 47.68 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.
જોકે સરકારી તિજોરી પર દર વર્ષે 9544.50 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.
અગાઉ ઓક્ટોબર 2021 માં કેન્દ્ર સરકારના કર્મચારીઓનો DA 28% થી વધારીને 31% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : DGCAનો મોટો આદેશ, ફ્લાઇટ ટેકઓફ પહેલા દરરોજ પાયલટ અને એર હોસ્ટેસનો થશે આ ટેસ્ટ; જાણો વિગતે