Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય સૈન્ય દળની ક્ષમતામાં થશે વધારો, DRDOએ પિનાકા રોકેટના અપગ્રેડેડ વર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું, જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 11 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શનિવાર.

પીનાકા રોકેટ લોન્ચર પ્રણાલીની ક્ષમતામાં વધારો કરતાં DRDO એ શનિવારે તેનું એક નવું વર્ઝન પીનાકા ERનું સફળ પરીક્ષણ કર્યું છે. 

DRDOએ પોખરણ રેન્જમાં પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમના નવા વેરિઅન્ટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

DRDO એ તેને પૂણેની IRDE અને હાઇ એનર્જી મટિરિયલ રિસર્ચ લેબોરેટરી સાથે મળીને ડિઝાઇન કર્યું છે. 

આ સિસ્ટમને નવી ટેક્નોલોજી સાથે ઉભરતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

આ ટેકનિકને ભારતીય ઉદ્યોગ ક્ષેત્રને સોંપવામાં આવી હતી અને જાણકારી અનુસાર ER પીનાકા છેલ્લા એક દશકથી સેનામાં સેવા આપી રહી છે અને તેનું આ બેસ્ટ વર્ઝન છે. 

તાજેતરમાં, ચીન સાથેના તણાવ વચ્ચે, ભારતે તેની બાહુબલી ‘પિનાક’ રોકેટ સિસ્ટમને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તૈનાત કરી છે.

ભગવાન શિવના ધનુષ ‘પિનાક’ના નામ પરથી આ મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર સંપૂર્ણપણે સ્વદેશી છે, જેને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

સાવચેત રહેજો, ભારતમાં ધીરે ધીરે વધી રહ્યા છે ઓમિક્રોનના કેસ. આ રાજ્યમાં વધુ એક પ્રવાસીનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ; જાણો વિગતે 

Onion Price Hike ખિસ્સા પર ભારે પડી રહી છે મોંઘવારી… કાંદાશાકભાજીના આસમાને પહોંચેલા ભાવથી રસોડાનું ગણિત બગડ્યું, ગૃહિણીઓ પરેશાન!
Narcotics Control Bureau Heroin Seizure NCBનું મેગા ઓપરેશન ‘બ્લેક હોક’! આંતરરાજ્ય હેરોઈન સિન્ડિકેટનો પર્દાફાશ, ૧૮.૬ કિલોથી વધુ ક્રૂડ હેરોઈન જપ્ત
UPI completes 10 years દુનિયા ભારતની ડિજિટલ તાકાત સામે નમી ગઈ! UPI એ ડિજિટલ પેમેન્ટ જગતમાં વગાડ્યો ડંકો, પૂરો થયો ૧ દાયકો..
National Teachers Award 2026 “દેશના અગ્રેસર શિક્ષકોને સલામ” શિક્ષક દિવસે રાષ્ટ્રપતિના હસ્તે 21 ટેલેન્ટેડ એજ્યુકેટરને મળશે રાષ્ટ્રીય એવોર્ડ્સ!
Exit mobile version