ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ઑક્ટોબર, 2021
શુક્રવાર
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કોરોના મહામારીને લઈને ચિંતા વ્યક્ત કરી છે
તેમણે કહ્યું કે વાયરસના ખતરાને પહોંચી વળવા માટે ભારતને નવી રણનીતિ બનાવવી પડશે.
આ માટે, એક વ્યાપક રાષ્ટ્રીય ક્ષમતા વિકસાવવાની અને જૈવ સુરક્ષાના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયાની વધતી અસર અને જળવાયુ પરિવર્તન સહિત વિભિન્ન મુદ્દા પર પોતાની વાત રાખી.
ઉલ્લેખનીય છે કે કોરોના માટે જવાબદાર મનાતા ચીનની વિરુદ્ધ અનેક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીને વાયરસનેો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે.