Site icon News Continuous Bureau | Mumbai

કોરોના દરમિયાન ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં વધી આર્થિક અસમાનતા, સામે આવ્યા આ આંકડા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.

ઓમિક્રોન વેરિઅન્ટના ચેપના પ્રસારને ધીમો પાડવાના આશયથી યુકેમાં પ્રવેશનારે મંગળવારથી તેનો પ્રવાસ આરંભ કરવાના ૪૮ કલાક પૂર્વે જ ટેસ્ટ કરાવવાનો રહેશે. વિશ્વ આરોગ્ય સંસ્થાની યુરોપ શાખાના જણાવ્યા અનુસાર પાંચથી ચૌદ વર્ષની વયજૂથના કિશોરોમાં કોરોનાનો ચેપનો દર સૌથી વધારે જાેવા મળ્યો છે. છેલ્લા બે મહિનામાં ૫૩ દેશો ધરાવતાં આ વિસ્તારમાં કોરોનાના કેસો અને મરણાંક બમણા કરતાં વધારે નોંધાયા છે. યુરોપમાં ૨૧ દેશોમાં ઓમિક્રોનના ૪૩૨ કેસો નોંધાયા છે. ધ લાન્સેટ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર એસ્ટ્રાઝેનેકા અથવા ફાઇઝરની કોરોના રસીનો પહેલો ડોઝ મેળવનારા જાે બીજાે ડોઝ મોડર્ના કે નોવાવેક્સનો લે તો કોરોનાના સામે તેમની રોગપ્રતિકાર શક્તિ બહેતર પ્રતિભાવ આપે છે.કોરોના મહામારી દરમ્યાન ધનિકો અને બાકીની વસ્તી વચ્ચેની આર્થિક અસમાનતામાં મોટો વધારો થયો હોવાનું ધ વર્લ્‌ડ ઇનઇકવિલિટી રિપોર્ટમાં જણાવાયું હતું. સોશ્યલ સાયન્ટિસ્ટસના નેટવર્ક દ્વારા રજૂ કરવામાં આવેલા આ અહેવાલ અનુસાર ધનિક સરકારોએ ગરીબી નાબૂદ કરવા માટે વિરાટ નાણાંકીય સહાય આપી હતી.૨૦૨૦ના આરંભે મહામારીની શરૂઆતમાં હાઉસહોલ્ડ ઇન્કમના બે ટકા કરતાં વધારે તેમની સંપત્તિ હતી તે હવે વધીને ૩.૫ ટકા થઇ ગઇ છે. ગરીબી વિશે સંશોધન કરવા બદલ જેમને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું છે તે ભારતના અભિજિત બેનર્જી અને ફ્રેન્ચ મહિલા એસ્થર ડફલોએ આ અહેવાલની પ્રસ્તાવના લખી છે. તેમણે જણાવ્યું હતું કે આર્થિક સત્તા સુપર રીચની  બહુ નાની લઘુમતિના હાથમાં કેન્દ્રિત થઇ ગઇ છે. મહામારી દરમ્યાન આરોગ્ય,સામાજિક, જાતિ અને વંશિય અસમાનતામાં પણ વધારો થયો છે.  ફોર્બ્સના આ વર્ષના વિશ્વના અબજાેપતિઓની યાદીમાં ૨,૭૫૫ અબજાેપતિઓને સમાવવામાં આવ્યા છે. જેમની સંયુક્ત સંપત્તિ જે ગયા વર્ષે આઠ ટ્રિલિયન હતી તે આ વર્ષે વધીને ૧૩.૧ ટ્રિલિયન થઇ છે. ૫,૨૦,૦૦૦ જણા જે ધનિકોના ૦.૦૧ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે તેમની સપત્તિ જે ગયા વર્ષે ૧૦ ટકા હતી તે આ વર્ષે વધીને ૧૧ ટકા થઇ છે. આ ૦.૦૧ ટકાની ઘરેલૂ આવક ૧૯ મિલિયન ડોલર છે.  આ અભ્યાસમાં જણાવ્યું હતું કે લોકડાઉન દરમ્યાન ઇકોનોમી ઓનલાઇન થઇ તેનો મોટો ફાયદો સુપર રીચને થયો છે. જ્યાં ગરીબોને રાહત આપવાની કોઇ યોજના નહોતી ત્યાં ગરીબીમાં મોટો વધારો થયો હતો. બીજી તરફ યુએસ અને યુરોપમાં સરકારે સામાન્ય લોકો માટે વિરાટ રાહતો જાહેર કરી તેમની હાલાકી નિવારી હતી. ગરીબી સામે લડવા માટે સમાજવાદી રાજ્યનું મહત્વ ઘણું છે તે આ બાબત પરથી ખ્યાલ આવે છે.  દરમ્યાન દુનિયામાં આજે કોરોનાના નવા ૨,૧૦,૮૦૨ કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા ૨૬૬,૯૩૬,૭૭૯ થઇ હતી જ્યારે ૪૦૯૭ના મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક ૫૨,૮૧,૯૯૫ થયો હતો. યુએસએમાં કોરોનાનો કુલ મરણાંક આઠ લાખનો આંક પાર કરી ગયો હતો

સેકન્ડ લેફ્ટનન્ટથી લઈને CDS જનરલ સુધી 43 વર્ષ સેના સાથે, જાણો બિપિન રાવતની શૈક્ષણિક કારકિર્દી વિશે
 

INDIA Bloc Leaders Meet President Murmu CEC અને ચૂંટણી પંચ સામે વિપક્ષી મોરચાની આરપારની લડાઈ! આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે બેઠક શું થશે કાર્યવાહી?
CEC Gyanesh Kumar Security Tightened મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અંગે પોલીસનો મોટો નિર્ણય વિપક્ષના ઉગ્ર પ્રદર્શનો વચ્ચે સુરક્ષા કવચ મજબૂત કરાયું
Woman Runs Barefoot In Saree ગરીબી અને મુશ્કેલીઓ પણ હિંમત ન તોડી શકી! હોમગાર્ડ બનવા સાડીના છેડા બાંધી રસ્તા પર દોડી માતા જુઓ વાયરલ વીડિયો
UP BJP Crisis ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો પૂર્વ સાંસદ ધર્મેન્દ્ર કશ્યપે આપ્યું રાજીનામું, મેનકા ગાંધી પર લગાવ્યા ગંભીર આરોપો
Exit mobile version