ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લૉન્ડ્રિંગ કેસમાં ચેન્નઈમાંથી એક હેલિકૉપ્ટ જપ્ત કર્યું છે. આ હેલિકૉપ્ટર અમેરિકાની ભલામણ બાદ જપ્ત કરવામાં આવ્યું હોવાનું મનાય છે.
મળેલી માહિતી મુજબ ચેન્નઈથી એક BELL ૨૧૪ હેલિકૉપ્ટર જપ્ત કરવામાં આવ્યું છે. આ હેલિકૉપ્ટર હામીદ ઇબ્રાહિમ અને અબ્દુલ્લાના નામ પર છે, જેને AAR કૉર્પોરેશન કંપનીથી ઇમ્પૉર્ટ કરવામાં આવ્યું હતું. આ હેલિકૉપ્ટર થાઇલૅન્ડના રસ્તે ભારતમાંં દાખલ થયું હતું. પછી ચેન્નઈમાં એક ગોદામમાં રાખવામાં આવ્યું હતું. મની લૉન્ડરિંગ ઍક્ટ અંતર્ગત હેલિકૉપ્ટરના અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે. આ કાર્યવાહી અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગના કહેવા પર કરવામાં આવી હોવાનું કહેવાય છે. એ પહેલાં જ EDએ જ્યાં હેલિકૉપ્ટર રાખવામાંં આવ્યું હતું ત્યાં પણ છાપા માર્યા હતા.
JNUમાં ફરી એક વાર દેશવિરોધી કાર્યક્રમ; આવા ઉશ્કેરણીજનક વેબિનારને તત્કાળ રદ કરાયો; જાણો વિગત
અમેરિકાના કહેવા મુજબ જે દેશો પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે એ દેશોમાં આ હેલિકૉપ્ટરનો અવરજવર કરવામાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આરોપીઓએ આ હેલિકૉપ્ટરને થાઇલૅન્ડના માર્ગે લાવીને એને ચેન્નઈમાં છુપાવી દીધું હતું.