2 મેના રોજ તમિલનાડુ, કેરળ, પુડ્ડુચેરી, આસામ અને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી પરિણામ આવનાર છે
વોટોના કાઉન્ટિંગ દરમિયાન કે પરિણામ આવ્યા પછી કોઈ પણ પ્રકારનું સરઘસ અથવા ઉજવણી પણ થઈ શકશે નહિ.
પરિણામ પછી કોઈ પણ ઉમેદવાર માત્ર બે લોકોની સાથે જ પોતાનું સર્ટિફિકેટ લેવા જઈ શકે છે.
મદ્રાસ હાઈકોર્ટે ઝાટકણી કાઢ્યા પછી ઈલેક્શન કમીશન ચૂંટણી કાર્યક્રમોમાં કોરોનાના પ્રોટોકોલને લઈને સખ્ત થઈ ગયું છે.