Site icon

પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીની મોટી જાહેરાત- ભારતમાં આ દિવસે સસ્તુ થશે પેટ્રોલ-ડીઝલ – જાણો શું છે સરકારની યોજના 

News Continuous Bureau | Mumbai

પેટ્રોલ-ડીઝલ(Petrol-Diesel)ના ભાવ ઘટાડવા(price reduced) માટે સરકાર દ્વારા ઘણા મોટા પગલાં લેવામાં આવી રહ્યા છે. દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરી(Hardeep SIngh Puri)એ મોટી જાણકારી આપી છે, જેના પછી તમે સસ્તામાં પેટ્રોલ(Cheapest petrol) ખરીદી શકશો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે આ વર્ષે ડિસેમ્બર(December) અથવા જાન્યુઆરી(January)માં દેશમાં 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ(Ethanol blended petrol) ઉપલબ્ધ થઈ શકે છે. જો કે, આ માટે 2023નો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે બ્રાઝિલ(Brazil) અહીં ફ્લેક્સ ઈંધણવાળા વાહન ઉપલબ્ધ કરાવે છે ત્યાં ગ્રાહકો પોતાની પસંદગી અનુસાર એથેનોલ કે પેટ્રોલ(petrol) લઈ શકે છે. આ ઉદાહરણ આપતાં તેઓએ કહ્યું કે આ સરકારનું અંતિમ લક્ષ્ય હશે. જો કે તે સ્તર સુધી પહોંચવા માટે કેટલાક ટેકનિકલ પાસાઓ છે અને હાલ તેના પર કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું છે કે અમે ઇથેનોલ મિશ્રણ(Ethanol blended petrol)ને લઈને વાહન ઉત્પાદકો સાથે એક મોટી બેઠક કરવા જઈ રહ્યા છીએ. મંત્રીએ કહ્યું કે પેટ્રોલમાં ઇથેનોલ-મિશ્રણ 2013માં 0.67 ટકા હતું જે મે 2022માં વધીને 10 ટકા થયું છે. તે 27 લાખ ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો કરી રહ્યું છે જે પર્યાવરણ માટે સારું છે.

આ સમાચાર પણ વાંચો : ભલે વરસાદ ચાલુ હોય- પણ મુંબઈમાં અહીં આ દિવસે હશે પાણી કપાત- સાચવીને પાણી વાપરજો

ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)ના અંદાજ મુજબ, આગામી બે દાયકામાં વૈશ્વિક ઉર્જા વપરાશમાં ભારત એક ચતુર્થાંશ (25%) યોગદાન આપશે. બીપીનું અનુમાન છે કે ભારતની ઉર્જા માંગ બમણી થશે, જ્યારે કુદરતી ગેસની માંગ 2050 સુધીમાં પાંચ ગણી વધવાની ધારણા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશમાં પાઈપલાઈનનું કામ ઝડપથી થઇ રહ્યું છે. 2014 સુધીમાં ગેસ પાઈપલાઈન 14,000 કિલોમીટર સુધીની હતી, જે આજે 22,000 કિલોમીટર સુધી પહોંચી ગઈ છે. તેને 35,500 કિમી સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે.

તેમણે કહ્યું કે ભારત સરકારે ક્રૂડ ઓઈલ અને ગેસની વધતી કિંમતોથી વિકાસશીલ અર્થતંત્રને બચાવીને વૈશ્વિક ઉર્જા પડકારોનો સારી રીતે સામનો કર્યો છે. ભારતીય પેટ્રોલિયમ ઉદ્યોગ તકની ટોચ પર છે અને 2030 સુધીમાં તેની ક્રૂડ ઓઈલની માંગના 25 ટકા ઉત્પાદન કરી શકશે. અત્યારે આપણા દેશમાં દરરોજ 50 લાખ બેરલ પેટ્રોલિયમનો વપરાશ થાય છે અને તેમાં પણ ત્રણ ટકાનો વધારો થઈ રહ્યો છે, જ્યારે વૈશ્વિક સરેરાશ એક ટકાથી વધુ છે.

આ સમાચાર પણ વાંચો : તહેવાર ટાણે જ મોંઘવારીનો વધુ એક માર- દેશની આ જાણીતી ડેરીએ ચૂપચાપ વધારી દીધા દૂધના ભાવ- જાણો કેટલો થયો દૂઘની થેલીનો ભાવ 

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version