Site icon

હવે ફાસ્ટેગ પણ જશે અને રિચાર્જ પર નહીં કરાવવાનું- તો પછી ટોલ કઈ રીતે ભરવાનો- આવી છે સરકારની નવી યોજના

News Continuous Bureau | Mumbai

હાઈવે(Highway) પર ટોલ નાકા(Toll naka) પર લાગતી લાંબી લાઈન અને ટ્રાફિકને પગલે કેન્દ્ર સરકાર(Central Govt) ટોલ ભરવા માટે FASTag લાવી હતી. પરંતુ હજી થોડા દિવસો થયા છે, પરંતુ એવું લાગે છે કે સરકારને સિસ્ટમથી સંતોષ નથી. તેથી હવે સરકારે ફાસ્ટેગને પણ વિદાય આપીને ટોલ વસૂલી માટે વધુ નવી હાઇટેક સિસ્ટમ (hi-tech system)લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

બહુ જલદી FASTag ને પણ ઈતિહાસ થઈ જશે.  કેન્દ્ર સરકાર જી.પી.એસ સેટેલાઇટ ટેક્નોલોજીની(GPS Satellite Technology) મદદથી ટોલ ટેક્સ(Toll tax) વસૂલવાની તૈયારી કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : સંજય રાઉત જેલમાં છે તો પછી તેમના નામેથી એડિટોરિયલ કેમ છપાય છે- ઈડી હવે કરશે  તપાસ

મળેલ માહિતી અનુસાર, સરકાર ટોલ વસૂલાત માટે નવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે. જો અમલ કરવામાં આવે તો FASTag ટેક્નોલોજીની જરૂર નહીં પડે. હાલમાં, વાહન ટોલ વસૂલી(Vehicle toll collection)  FASTag સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. હાલમાં આ બધા વાહનના કાચ પર લગાવેલા FASTag દ્વારા કરવામાં આવે છે. તેથી FASTag ને રિચાર્જ કરવાની જરૂર છે. વાહન ટોલ પ્લાઝા(Toll Plaza) પરથી પસાર થતાંની સાથે જ પ્લાઝા પરના RFID દ્વારા FASTag માંથી પેમેન્ટ કાપવામાં આવે છે. ડ્રાઈવરને કંઈ કરવાની જરૂર નથી. પરંતુ હવે કેન્દ્ર સરકાર જી.પી.એસ સેટેલાઇટ ટેક્નોલોજીની મદદથી ટોલ ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહી છે. દરમિયાન, સરકાર હાલમાં યુરોપીયન ધરતી(European soil) પર સેટેલાઇટ આધારિત ટોલ વસૂલાત માટેના પાયલોટ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

નવી ટેકનોલોજીનો વિચાર કરીએ તો યુરોપિયન ધરતી પર સરકારની ટોલ વસૂલાત પ્રણાલીનો અર્થ એ છે કે તમારું વાહન જેટલું અંતર મુસાફરી કરશે, તેટલો જ તમારે ટોલ ચૂકવવો પડશે. આ માટે બે ટેક્નોલોજી પર કામ કરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : બિહારમાં આજે નવા જૂની થશે- નીતીશકુમાર- તેજસ્વી યાદવ અને કોંગ્રેસ પાર્ટી ત્રણેયની બેઠક- ભાજપનું શું – જાણો અહીં

પહેલી  ટેક્નોલોજીમાં વાહનમાં જી.પી.એસ ટ્રેકિંગ ટેકનોલોજી(GPS tracking technology) હશે. આનાથી હાઇવે પરના સેટેલાઇટ દ્વારા વાહન માલિકના બેંક ખાતામાંથી સીધો ટોલ કપાશે. બીજી ટેકનિક નંબર પ્લેટ દ્વારા ટોલ વસૂલવાની છે. એવું કહેવાય છે કે નંબર પ્લેટ પર ટોલ લેવા માટે કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ(Computerized system) હશે જે સોફ્ટવેરની મદદથી ટોલ વસૂલશે.

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
Exit mobile version