Site icon

મેક ઈન ઈન્ડિયા ઝીંદાબાદ, પહેલીવાર ભારતમાં મેડ ઈન ઈન્ડિયા વિમાન ઉડ્યું. મુખ્યમંત્રી સહિત કેન્દ્રીય નેતાઓ રહ્યાં હાજર. ભારત માટે ગર્વની વાત…

News Continuous Bureau | Mumbai

ભારતના(Indian History) ઇતિહાસમાં એક નવું ચેપ્ટર ઉમેરાયું છે. ભારત(India)માં પહેલી વખત ભારતીય બનાવટનું કોર્મશિયલ એરક્રાફ્ટ ઉડાન ભરી. આસામના ડિબરુગઢથી અરુણાચલ પ્રદેશના પાસીઘાટ વચ્ચે તે પોતાનું ઓપરેશન ચાલુ કર્યું.

Join Our WhatsApp Community

એલાયન્સ એર આ પહેલા ભારતીય બનાવટના ડોર્નિયર 228 પેસેન્જર એરક્રાફ્ટનું સંચાલન કર્યું, જેને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. 17-સીટર નોન-પ્રેશરાઇઝ્ડ ડોર્નિયર 228 એસી કેબીન સાથે દિવસ અને રાત કામ કરવા સક્ષમ છે. 

પ્રમાણમાં હળવું કહેવાતું આ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પૂર્વોત્તર રાજ્યોમાં પ્રાદેશિક જોડાણ અને વધુ સારી કનેક્ટિવિટી માટે સુવિધા આપશે. આ યોજનાના ભાગરૂપે, 12મી એપ્રિલ 2022ના રોજ બે મહત્વપૂર્ણ વિકાસ થશે – મેડ ઈન ઈન્ડિયા(Made in India) એચએએલ ડોર્નિયર ડો-228 ની પ્રથમ ફ્લાઈટ આસામ (Assam)ના ડિબ્રુગઢથી અરુણાચલ પ્રદેશ(Arunachal Pradesh)માં પાસીઘાટ વચ્ચે ઉડ્યું.

આ સમાચાર પણ વાંચો : વાહ શું વાત છે!! આ ભારતીય કંપનીએ 1 લાખથી વધુ લોકોને નોકરી આપી. જાણો વિગતે  

એલાયન્સ એર સિવિલ ઓપરેશન્સ માટે ભારતીય નિર્મિત એરક્રાફ્ટ ઉડાવનારી ભારતની પ્રથમ કોમર્શિયલ એરલાઇન છે. આસામના લીલાબારી ખાતે ઉત્તર પૂર્વીય ક્ષેત્ર માટે પ્રથમ એફટીઓ (ફ્લાઈંગ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન) નું ઉદ્ઘાટન પણ થયું.

કેન્દ્ર સંચાલિત એલાયન્સ એરે ફેબ્રુઆરીમાં સરકારની માલિકીની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે બે 17 સીટર ડોર્નિયર 228 એરક્રાફ્ટ માટે લીઝ પર કરાર કર્યો હતો. એરલાઇનને તેનું પહેલું ડોર્નિયર 228 પ્લેન 7 એપ્રિલના રોજ મળ્યું હતું. ડોર્નિયર 228ની પ્રથમ ઉડાન પ્રસંગે ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા હાજર રહ્યા હતા. 

Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Indian Railways 52: ભારતીય રેલવેમાં ‘સુધારાનો મહાકુંભ’: 52 અઠવાડિયામાં લાગુ થશે 52 મોટા ફેરફાર,જાણો વિગતે
Shashi Tharoor: જવાહરલાલ નહેરુ વિશે શશિ થરૂરનું મોટું નિવેદન, 1962ના ચીન યુદ્ધમાં હાર માટે નિર્ણયોને ગણાવ્યા જવાબદાર
India’s First Hydrogen Train: માત્ર ₹5ના સિક્કામાં કરો સફર! અવાજ અને ધુમાડા વગર દોડતી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન, જાણો તેની ખાસિયતો
Exit mobile version